સત્તાધાર રેલવે સ્ટેશન બંધ : તમામ સ્ટાફ પાછો ખેંચી લેવાયો
સત્તાધાર રેલવે સ્ટેશન બંધ : તમામ સ્ટાફ પાછો ખેંચી લેવાયો. માત્ર ટ્રેનનું સ્ટોપ જ રહેશે. અન્ય તમામ સુવિધાઓ સંકેલી લેતું રેલવે તંત્ર. યાત્રિક મુસાફરોમાં ભભૂકતો રોષ.રેલવે માત્ર નફો જ રળવા બેઠું હોય તેવો તાલ:પ્રજાકીય સુવિધાનું ધોરણ નફો નુકસાન કેટલે અંશે વ્યાજબી.?? નહીવત આવકને કારણે રેલવે તંત્ર દ્વારા બી ક્લાસમાં આવતું સ્ટેશન ડી ક્લાસમાં પરિવર્તિત થશે. હવે ધારીના ભાડેર સ્ટેશન સંકેલવાની પણ ગણાતી ઘડીઓ. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ભેદી મૌન આમજનતાને અકળાવી રહ્યું છે. એક તરફ હાઇ-સ્પીડ બુલેટ ટ્રેનની વાતો અને બીજી તરફ આવી રીતે પ્રજાજનોની છીનવાઇ રહેલી સુવિધાઓ…!!! ખરેખર દેશ વિકાસ તરફ પ્રગતિ કરી રહ્યો છે? માનવીય સુખાકારી આ રીતે મળશે એનો પણ તાદ્રશ નમૂનો.
Recent Comments