અમરેલી

સત્તા સામે નાગરિકોમાં અને ખેડુતોમાં રહેલો અસંતોષ આક્રોશ તોડવા ભાજપે ગુજરાત સરકારમાં ચહેરા બદલીને વહીવટી ચાલાકી ચાલુ રાખી : વિરજી ઠુંમર

દામનગર  ઓછો વરસાદ થાય અથવા ૩૧ ઓગષ્ટ સુધીમાં બે વરસાદ વચ્ચે સળંગ લાઠી – બાબરાનાં ધારાસભ્યશ્રી અને પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુંમરે એક નિવેદન કરી જણાવ્યું હતુ કે સત્તા સામે નાગરિકોમાં અને વિશેષત ખેડુતોમાં રહેલો અસંતોષ , આક્રોશ તોડવા ભાજપે ગુજરાત સરકારમાં ચહેરા બદલીને વહીવટી ચાલાકી ચાલુ રાખી છે સપ્ટેમ્બરમાં ભારે વરસાદથી થયેલા કૃષિ નુકશાન સામે સહાય જાહેર કરી એક રીતે ૩૧ ઓગષ્ટ સુધીમાં જયાં વરસાદ જ ન્હોતો પડયો તેવા ખેતરોમાં ફદિયુ પણ નહિ મળે એમ સ્પષ્ટ કર્યું છે  ગુજરાતમાં કોવિડની આડમાં ભારત સરકારની સહાય ધરાવતી પાક વીમા યોજનાને બંધ કરી તેના વિકલ્પમાં એક વર્ષથી CM કિસાન સહાય યોજના અમલમાં છે  આ નવી યોજના હેઠળ ખરીફ સિઝનમાં જે તાલુકામાં ૧૦ ઇંચથી ૨૮ દિવસનું અંતર હોય અને આ સ્થિતિમાં કૃષિ નુકશાન થાય તો તેને અનાવૃષ્ટિ અર્થાત દુષ્કાળનું જોખમ ગણવાનો નિયમ છે . આ નિયમ મુજબ આ વર્ષે ૩૧ ઓગષ્ટ સુધીમાં ૧૦૪ થી વધુ તાલુકાઓમાં સત્તાવારપણે દુષ્કાળની સ્થિતિ હતી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહથી રૂપાણીના રાજીનામાથી પટેલ સરકારની રચના વચ્ચેના ચહેરા બદલોના ખેલમાં ભાજપને ફાવતુ મળ્યું CM કિસાન સહાય યોજના હેઠળ એકપણ તાલુકામાં અનાવૃષ્ટિ કે દુષ્કાળનું જોખમ જાહેર ન થયું  હવે વરસાદ ખેંચાવાને કારણે જયાં પાક નિષ્ફળ ગયો , ઉત્પાદન ઘટયું , ગુણવતા નબળી પડી ત્યાંના ખેડુતોને એક રૂપિયાની સહાય મળશે નહી  CM કિસાન સહાય યોજનામાં ખરીફ સિઝનમાં ૩૩ થી ૬૦ ટકા પાક નુકશાન થયુ હોય તેમાં કુલ રૂ।.૮૦.૦૦૦ / – થી એક લાખ સુધીની સહાય મળવાપાત્ર છે જેના ઉપર આ વર્ષે પુર્ણ વિરામ મુકાઇ ગયું છે .તેમ શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું હતું .

Related Posts