સત્યપાલ મલિક ઉદ્ધવ ઠાકરેને મળ્યા, મલિકે કહ્યું,”આ વખતે રાજ્યમાં ભાજપનો સફાયો થશે”
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. મુંબઈમાં શિવસેના (યુબીટી)ના વડાને મળ્યા બાદ મલિકે કહ્યું કે મેં ઉદ્ધવને એક ઉમેદવારને બીજાની સામે ઊભા કરવા કહ્યું છે. તમામ પક્ષો પાસે એક ઉમેદવાર માટે એક ચહેરો હોવો જાેઈએ, તેનાથી ૧૦૦% સફળતા મળશે અને આ વખતે રાજ્યમાં ભાજપનો સફાયો થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રની ચૂંટણી હરિયાણાની સાથે જ યોજાવાની હતી,
પરંતુ સરકારને ડર છે કે અમે તે ચૂંટણી હારી જઈશું. હું કહું છું કે તમે ગમે ત્યારે ચૂંટણી યોજી શકો છો, પરંતુ તમે હારી જશો. મેં ઉદ્ધવ ઠાકરેને મારું સમર્થન આપ્યું છે. હું તેમના ચૂંટણી પ્રચારમાં આવીશ અને તેમની વિજયયાત્રામાં પણ જઈશ. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ૨૮૮ બેઠકો છે. નવેમ્બરમાં અહીં ચૂંટણી થઈ શકે છે. ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ રાજકીય સમીકરણો ગોઠવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં એક તરફ મહાયુતિ સત્તામાં છે. તેમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે. બીજી તરફ, મહાવિકાસ અઘાડી છે, જેમાં કોંગ્રેસ, ઉદ્ધવ જૂથની શિવસેના અને શરદ પવારની આગેવાની હેઠળની દ્ગઝ્રઁ સામેલ છે.
રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને મલિકે કહ્યું કે ભાજપને માત્ર મોટો ફટકો જ નહીં, પરંતુ રાજ્યમાં પાર્ટીનો સફાયો પણ થઈ જશે. આ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે મહત્વની ભૂમિકા ભજવશે. ચિંતા કરવાની જરૂર નથી. મેં સ્ફછ ને મારો સંપૂર્ણ ટેકો આપ્યો છે અને તે માટે પ્રચાર પણ કરીશ. ઉદ્ધવ ઠાકરેને મળવાના એક દિવસ પહેલા જ શનિવારે મલિકે કહ્યું હતું કે મહારાષ્ટ્રની ચૂંટણી દેશના રાજકીય માહોલ પર નોંધપાત્ર અસર કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યના ચૂંટણી પરિણામો ભાજપના શબપેટીમાં છેલ્લો ખીલો લગાવશે. મહારાષ્ટ્ર દેશને દિશા આપશે. આ સિવાય પૂર્વ રાજ્યપાલે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણીમાં વિલંબ કરવા માટે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે વિરોધ પક્ષોને હારવાના ડરથી આવું કરવામાં આવી રહ્યું છે. તેમણે અનુમાન લગાવ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસને ૬૦ બેઠકો મળી શકે છે જ્યારે ભાજપને માત્ર ૨૦ બેઠકો મળી શકે છે. આ ઉપરાંત, મલિકે ૨૦૧૯ માં પુલવામા આતંકવાદી હુમલાની તપાસની તેમની માંગને પણ પુનરાવર્તિત કરી હતી જેમાં ૪૦ ઝ્રઇઁહ્લ જવાનો શહીદ થયા હતા.
Recent Comments