‘સત્યમ શિવમ સુંદરમ’ના ૪૫ વર્ષ બાદ ઝીનત અમાને કર્યો મોટો ખુલાસો
વર્ષ ૧૯૭૮માં ઝીનત અમાને રાજ કુમારની ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’માં ‘રૂપા’નો રોલ કર્યો હતો. જે પાત્ર આજે પણ લોકોના દિલોદિમાગમાં વસે છે. આ પાત્રને લઈને ઘણો હોબાળો પણ થયો હતો. દિવંગત અભિનેતા દેવ આનંદે તો તેને ‘ડર્ટી ફિલ્મ’ પણ ગણાવી હતી કારણ કે તેમને લાગ્યું કે, કેમેરા માત્ર ઝીનતના શરીર પર જ ફોકસ કરે છે. જાે કે, હવે ૪૫ વર્ષ પછી અભિનેત્રીએ ફરી એકવાર ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’ની તસવીર પોસ્ટ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે, આ પાત્ર પર અશ્લીલતાના આરોપોથી તે હંમેશા આશ્ચર્યચકિત રહી છે. પીઢ અભિનેત્રી ઝીનત અમાન તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ સાથે જાેડાઈ છે. ઝીનત અમાને પોતાની બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરતા લાંબી નોટ પણ શેર કરતા લખ્યું કે, આ તસવીર જેપી સિંગલ દ્વારા લુક ટેસ્ટ દરમિયાન લેવામાં આવી હતી. અમે તેનું શૂટિંગ આરકે સ્ટુડિયોમાં કર્યું હતું. મારો કોસ્ચ્યુમ ઓસ્કાર વિનર ડિઝાઈનર ભાનુ અથૈયાએ ડિઝાઈન કર્યો હતો. તેમણે ‘સત્યમ શિવમ સુંદરમ’ માટે તેના લુક ટેસ્ટમાંથી ફોટો શેર કરીને સ્પષ્ટ કર્યું કે, રૂપાની કામુકતા માત્ર સ્ટોરીનો એક ભાગ હતી.
ઝીનત અમાન આગળ કહે છે, જે પણ બોલિવૂડનો ઈતિહાસ જાણે છે તેને ખબર હશે કે, સત્યમ શિવમ સુંદરમમાં ‘રૂપા’ના પાત્રને લઈને ઘણો વિવાદ થયો હતો. તેના પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ હતો પરંતુ મને માનવ શરીરમાં કંઈ પણ અશ્લીલ લાગતું નથી. હું અભિનેત્રી રહી ચુકી છું અને મારો દેખાવ પણ હતો. રૂપાની સુંદરતા પ્લોટનો એક ભાગ હતી. સેટ પર સેન્સ્યુઅલ સ્પેસ ન હોવાને કારણે ત્યાં બધું કોરિયોગ્રાફ કરવામાં આવે છે. રિહર્સલ થાય છે અને આ બધું ડઝનેક ક્રૂ મેમ્બર્સની સામે થાય છે. તેમણે આગળ લખ્યું, ડાયરેક્ટર રાજ કપૂર (રાજજી) મને ફિલ્મમાં લઈને આવ્યા પરંતુ મારી વેસ્ટર્ન ઈમેજને લઈને થોડા ચિંતિત હતા. તેને શંકા હતી કે લોકો મને આ અવતારમાં સ્વીકારશે કે નહીં. એટલા માટે આ લુક ટેસ્ટ કરવામાં આવ્યો અને પછી આ ટેસ્ટના આધારે ૧૯૫૬માં આવેલી ફિલ્મ ‘જાગતે રહો’ના પ્રખ્યાત લતાજીના ગીત ‘જાગો મોહન પ્યારે’ પર એક ટૂંકી રીલ બનાવવામાં આવી. આરકે સ્ટુડિયોમાં તેમને બતાવવામાં આવેલી રીલથી ડિસ્ટ્રીબ્યુટરો પ્રભાવિત થયા હતા.
આ પ્રથમ સ્ક્રીનિંગ પછી તમામ પ્રદેશોના રાઈટ્સ તરત જ વેચવામાં આવ્યા હતા. અગાઉ ટીવી શો ‘માય લાઈફ માય સ્ટોરી’ દરમિયાન ઝીનત અમાને તેમને ‘સત્યમ શિવમ સુંદરમ’માં રોલ કેવી રીતે મળ્યો તે અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે એક દિવસ હું ‘સત્યમ શિવમ સુંદરમ’ના ‘રૂપા’ના પાત્રમાં આવી હતી. મને રૂપાના લુકમાં જાેઈને રાજ કપૂર આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે લેવામાં આવેલા ટેસ્ટ લુકનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાજજીએ તેના (ઝીનત)ની રોલ અંગેના જુસ્સાની પ્રશંસા કરી હતી અને સોનાના સિક્કા ભેટમાં આપ્યા અને તરત જ ફિલ્મ માટે સાઈન પણ કરી લીધી.
Recent Comments