fbpx
બોલિવૂડ

સત્ય ઘટના પર આધારિત ફિલ્મ, “ધ સાબરમતી રિપોર્ટ”, ૨ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ રીલીઝ થશે

ફિલ્મ નિર્માતા એકતા કપૂરની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ની રીલીઝ તારીખ માં ફેરફાર થયો છે, થોડા સમય પહેલા આ ફિલ્મનું ટીઝર રીલિઝ થયું હતું, જેને લોકોએ ઘણું પસંદ કર્યું હતું. ટીઝરમાં વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા દમદાર ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં વિક્રાંત મેસી ફરી એકવાર એક દમદાર પાત્રમાં જોવા મળશે, જેને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મનું નિર્દેશન રંજન ચંદેલ દ્વારા કરવામાં આવ્યું છે અને શોભા કપૂર, એકતા કપૂર, અમૂલ વી મોહન અને અંશુલ મોહન દ્વારા સહ-નિર્માતા છે.

વિક્રાંત મેસીએ થોડા સમય પહેલા ફિલ્મનું પોસ્ટર શેર કરીને આ રિલીઝ ડેટની જાહેરાત કરી છે. અભિનેતા દ્વારા શેર કરાયેલ પોસ્ટર પર, ફિલ્મની રિલીઝ તારીખ ૨ ઓગસ્ટ, ૨૦૨૪ લખેલી જોવા મળે છે. આ પોસ્ટને શેર કરતી વખતે, અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે – ‘સાબરમતી રિપોર્ટ’ની ફાઇલો ૨જી ઓગસ્ટે થિયેટરોમાં ફરી ખોલવામાં આવી રહી છે!’ હવે આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે પહેલા આ ફિલ્મ ૩ મે, ૨૦૨૪ના રોજ રીલિઝ થવાની હતી.

Follow Me:

Related Posts