“સત્ય ના આગ્રહી સત્ય એ ઈશ્વર” જીવન પર્યન્ત કોઈ હોદ્દો પદ ન સ્વીકારી લોકો વચ્ચે રહી લોકજીવન નું આદર્શ ઘડતર કરનાર મહાત્મા ગાંધી ની ૧૫૨ મી જન્મ જ્યંતી તેમના જીવન નો કોઈપણ એક ગુણ આદર્શ બનવા પર્યાપ્ત છે
સત્ય પ્રેમ કરુણા સાદગી સ્વચ્છતા સ્વદેશી અહિંસા અસ્પૃશ્યતા નિવારણ શિક્ષણ ચારિત્ર્ય એક વસ્ત્રધારી જેવા અનેકો ઉચ્ચ આદર્શો નું ઉત્તમ આચરણ જીવન પર્યન્ત જેમના જીવન કવન માં તાદ્રશ્ય થાય તેવા મહામાનવ મહાત્મા ની જન્મ જ્યંતી ૨ ઑક્ટોબર ગાંધીજયંતી ભારતના રાષ્ટ્રપિતા અને મહાત્માનું બિરુદ પામેલા બાપુ નો જન્મદિન ગાંધીજયંતી તરીકે ઊજવાય છે ૧૮૬૯ ના રજી ઑક્ટોબરે જન્મેલા મોહનદાસ ગાંધીને બાળપણથી સારા સંસ્કાર મળ્યા હતા વિલાયત બૅરિસ્ટર થવા ગયા ત્યાં પણ તેઓ સાદાઈથી વ્યસનો વિના જીવન જીવ્યા બચપણમાં હરિશ્ચંદ્રના નાટક અને પછી રસ્કીનના પુસ્તક “અન ટુ ધી લાસ્ટ”નો તેમના મન ઉપર ભારે પ્રભાવ પડ્યો અને તેઓ સત્ય અહિંસા ગરીબો પ્રત્યે કરુણા અસ્પૃશ્યતા નિવારણ અને સાદાઈ તથા જાતમહેનતના ચુસ્ત હિમાયતી બન્યા અને આઝાદી પણ કોઈ હોદો સ્વીકાર્યો નહીં અને લોકો વચ્ચે જ કોઈપણ જાતના રક્ષણ વિના રહીને શહીદીને વર્યા . ઓગણીસમી સદીના છેલ્લા દાયકાથી ભારતના રાજકીય જીવનમાં મહાત્મા ગાંધીનો પ્રવેશ થાય છે . સને ૧૮૯૩ માં ગાંધીજી વકીલાતના વ્યવસાય અંગે દક્ષિણ આફ્રિકા ગયા .ત્યાં રંગભેદની નીતિનો કટુ અનુભવ થયો દેશની સ્વતંત્રતા માટેની ઝુંબેશનો આરંભ થયો પણ ત્યાં સુધી ગાંધીજી એક સામાન્ય નાગરિકથી વિશેષ કંઈ ન હતા સને ૧૮૯૪ માં ચોવીસ વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકામાં નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની તેમણે રચના કરી ત્યાંથી તેમના રાજકીય જીવનનો આરંભ થાય છે સાત આઠ વર્ષ પત્ની કસ્તૂરબા સાથે ત્યાં રહ્યા પછી સને ૧૯૦૧ માં ભારત પરત આવ્યા ભારતમાં ભ્રમણ કરી દેશની રાજકીય પરિસ્થિતિનો સાચો અને સારો અભ્યાસ કર્યો દેશના સમર્થ નેતાઓને મળ્યા તેમને સમજયા દક્ષિણ આફ્રિકાના ભારતીયોની માગણીને અનુલક્ષી ફરીથી દક્ષિણ આફ્રિકા ગયા .
ટ્રાન્સવાલમાં ભારતીયો સામેના એશિયાટિક ઓર્ડિનન્સ સામે પ્રથમ સત્યાગ્રહ આરંભ્યો એશિયનોની ફરજિયાત નોંધણી સામેનો આ સત્યાગ્રહ હતો . ૧૯૦૮ માં સત્યાગ્રહ બદલ બે મહિનાની જેલની સજા થઈ ભારતની પ્રજામાં આ જાતની જાગૃતિ લાવવા કાયમ માટે દક્ષિણ આફ્રિકા છોડી ભારત આવ્યા . અમદાવાદમાં સને ૧૯૧૫ માં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી . સને ૧૯૧૭ માં ચંપારણ્ય સત્યાગ્રહ કર્યો અમદાવાદમાં મિલમાલિકો સામે ભૂખ હડતાલનું અહિંસક શસ્ત્ર ઉગામ્યું સને ૧૯૨૦ માં ઑલ ઇન્ડિયા હોમરૂલ લીગના પ્રમુખ ચૂંટાયા દેશમાં અસહકારની હવા ઊભી કરી સ્વાતંત્ર્ય માટે સ્વદેશીને ઉત્તેજન આપવા અને વિદેશી ચીજોનો બહિષ્કાર કરવા દેશવ્યાપી આંદોલન જગાવ્યું સને ૧૯૨૯ માં વિદેશી કાપડની હોળી કરવા માટે કલકત્તામાં તેમની ધરપકડ થઈ સને ૧૯૩૦ માં મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચનો આરંભ કર્યો સને ૧૯૩૧ માં ઇંગ્લેન્ડમાં બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી
ભારતનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ રીતે બ્રિટિશ શાસનને સમજાવ્યું દેશમાં સતત ભ્રમણ કરી રાજકીય જાગૃતિ આણી ઑગસ્ટ ૧૯૪૨ માં “ભારત છોડો”ચળવળથી દેશની આઝાદીનો છેલ્લો તબક્કો આરંભ્યો ૧૯૪૨ થી ૧૯૪૭ સુધીનાં પાંચ વર્ષમાં અનેક હાકલો કરી મંત્રણાઓ કરી કડવા ઘૂંટડા ગળ્યા ભારતના ભાગલાનો ન છૂટકે સ્વીકાર કરી લોહીનું એક બુંદ પાડ્યા વગર અહિંસા અને સત્યના શસ્ત્ર દેશને આઝાદ કર્યો સને ૧૯૪૮ જાન્યુઆરીમાં હિન્દુ -મુસ્લિમ એકતા અને સહિષ્ણુતા માટે ઐતિહાસિક અનશન કર્યા ૩૦ મી જાન્યુઆરીના રોજ સાંજે છે કલાકે બિરલા હાઉસ નવી દિલ્હીમાં પ્રાર્થના સમયે નથુરામ વિનાયક ગોડસે દ્વારા ગોળીઓ મારી હત્યા કરવામાં આવી
દેશને રાજકીય આઝાદી અપાવી જાગ્રત કર્યા આમ તે ભારતના રાષ્ટ્રપિતા બન્યા તેમણે જીવનનો મોટા ભાગનો સમય ભારતની પ્રજાના ઘડતરમાં વિતાવ્યો જીવનમાં એક પણ ક્ષેત્ર એવું નહીં હોય કે જે વિષે મહાત્માજીએ પોતાના સ્પષ્ટ વિચારો નિર્ભીક રીતે વ્યક્ત ન કર્યા હોય સત્ય અહિંસા સાદાઈ સ્વચ્છતા ગૃહઉદ્યોગો સ્વદેશી અસ્પૃશ્યતા નિવારણ ગરીબો પ્રત્યે કરુણા અને દરિદ્ર નારાયણની સેવા સર્વોદય બુનિયાદી શિક્ષણ દ્વારા સાચું શિક્ષણ વગેરે તેમના પ્રિય વિષયો હતા અને તે વિષે તેમણે નવજીવન યંગ ઇન્ડિયા અને હરિજનબંધુ જેવાં સામયિકો દ્વારા સતત પ્રજાઘડતરનું કામ મહાત્માજીએ કર્યું છે તેમની આત્મકથા સત્યના પ્રયોગો તેમનો પૂરો પરિચય આપે છે ગાંધીજી ગુજરાતની ભાષાના એક સિદ્ધહસ્ત સાહિત્યકાર હતા તેમણે સાહિત્ય લખ્યું છે તે કરતાં વધારે જીવી બતાવ્યું છે સાહિત્ય અને જીવનનો અદ્ભુત સમન્વય એમના જીવનમાં મળે છે ભલે તે મહાન લેખક ન હોય પણ અનેક મહાન લેખકોને લખવાની પ્રેરણા તો તેમણે જરૂર આપી છે અને અનેક મહાન લેખકોએ મહાત્માજીને વિવિધ દૃષ્ટિકોણથી નિહાળ્યા છે અને એવાં વિવિધરંગી અવલોકનોમાંથી વિસ્તૃત સાહિત્ય મળ્યું છે
નટવરલાલ જે ભાતિયા
Recent Comments