અમરેલી

સદગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ-સાવરકુંડલા દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ આયોજન

શ્રી સદગુરૂ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ-સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પમાં આંખોના રોગ થી પીડાતા દર્દીનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યા હતા. આ કેમ્પની અંદર ઓ.પી.ડી. માં ૯૦ દર્દીઓને લાભ લીધો હતો. તેમજ મોતિયા ના ઓપરેશનનો ૨૨ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પનું દિપ પ્રાગટય લાયન્સ કલબ ઓફ અમરેલી  સિટી માંથી ભુપતભાઇ ભુવા તથા વિનુભાઈ આદ્રોેજા તથા સાહસભાઈ ઉપાધ્યાય તથા ભદ્રસિંહ સામાજિક સેવા સંસ્થાનના બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ,  જિતેનભાઇ હેલૈયા, ચીમનનાથ નાથજી, જેઠવાભાઈ  મેહુલભાઈ ત્રિવેદી તથા વિઠ્ઠલ ભાઈ પટેલ (પટેલ બેટરીવાળા) સુદર્શન નેત્રાલય ના કર્મચારી કિર્તિભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ, કબીર ટેકરી ના સ્વયં સેવકો   વગેરે એ સેવા આપી હતી… આ કેમ્પ દર મહિના ના ત્રીજા રવિવારે છેલ્લા ૧૦ વર્ષ થી યોજાય છે.

Related Posts