સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિ દાદાની ભવ્ય મહા આરતી ભીની આંખે વિદાય અને શોભાયાત્રા યોજાઈ
સાવરકુંડલામાં પ.પૂ. ઉષા મૈયાના આશીર્વાદથી ચાલતું સદભાવના ગ્રુપ છેલ્લા ૨૧ વર્ષથી સેવાકીય પ્રવૃતિ કરી રહ્યું છે. તેના લાભાર્થી ૧૫ વર્ષથી સદભાવના ગ્રુપ ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. ગઈ રાત્રે *પરમ પૂજ્ય ઉષા મૈયાના તથા સાધુ સંતોના સાનિધ્યમાં દાદાને ચાલુ વરસાદે હજારો લોકો દ્વારા મહા આરતી ઉતારવામાં* આવી. મહા આરતી દરમિયાન દર્શનાર્થીઓ દ્વારા ઘરેથી આરતીની થાળી તૈયાર કરી લાવેલ તેમને કુપન આપવામાં આવેલ અને આ કુપનનો પરમ પૂજ્ય ઉષામૈયાના હસ્તે લકકી ડ્રો દ્વારા વિજેતાને સોનાનો સિક્કો અર્પણ કરાયો હતો. તેમજ ૨૧૦૦ કિલો લાડુની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું. મહા આરતીમાં પરમ પૂજ્ય ઉષા મૈયા (શિવ દરબાર આશ્રમ કાનાતળાવ), નારણદાસ સાહેબ (કબીર ટેકરી), કરસનદાસ બાપુ (કુંડલપુર હનુમાનજી મંદિર), સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ડી.વાય.એસ.પી વોરા સાહેબ, પી.આઇ. સોની સાહેબ તેમજ દાતાશ્રીઓ હાજર રહ્યા હતા.
મહા આરતી પૂર્ણ થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર દાદાની શાહી સવારી લાઈવ નાસિક ઢોલ ના સથવારે વિસર્જન શોભાયાત્રા નીકળી હતી. સદભાવના ગ્રુપ દ્વારા તમામ દાતાશ્રીઓ તેમજ મહા આરતીમાં આવેલ ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સદભાવના ગ્રુપ સેવાકીય પ્રવૃતિમાં એમ્બ્યુલન્સ સેવા બ્લડ હેલ્પલાઇન મેડિકલ સાધનો મોક્ષ રથ ઓક્સિજન કીટ ડેડબોડી ફ્રીઝર જેવી ૮ સેવાકીઓ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે
ReplyReply allForward |
Recent Comments