fbpx
અમરેલી

સદભાવના વૃદ્ધાશ્રમને વધારે માવતરનો સમાવેશ થઇ શકે તે માટે મોટું બિલ્ડીંગ નિ:શુલ્ક અથવા ભાડે જોઈએ છે

સદભાવના વૃદ્ધાશ્રમને વધારે માવતરનો સમાવેશ થઇ શકે તે માટે મોટું બિલ્ડીંગ નિ:શુલ્ક અથવા ભાડે જોઈએ છે વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 550 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 180 વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે. વૃદ્ધાશ્રમમાં દર મહિને 100 જેટલા વડીલો પ્રવેશ માટે આવી રહ્યા છે. જે રીતે પ્રવેશ મેળવનારણી સંખ્યા વધારે છે. તેને ધ્યાનમાં રાખીને સદભાવના વૃદ્ધાશ્રમમાં 2000 વડીલોનો સમાવેશ થઇ શકે તેવું પરિસર 30 એકરમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે તૈયાર થતા 2 વર્ષ જેવો સમય લાગશે. વર્તમાન સમયમાં વૃદ્ધાશ્રમમાં પ્રવેશ લેવા આવતા વડીલોને ના ન પાડવી એ માટે રાજકોટ અથવા રાજકોટની આસપાસના વિસ્તારમાં સદભાવના વૃદ્ધાશ્રમને મોટું બિલ્ડીંગ નિ:શુલ્ક અથવા ભાડે જોઈએ છે. આ અંગે વધુ માહિતી માટે (મો. 80002 88888) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts