ગુજરાત

સદવિચાર પરિવાર ,વરિષ્ઠ ગૌરવ ગ્રુપ દ્વારા અધિક શ્રાવણ માસમાં સત્યનારાયણ ની કથાનું આયોજન

અમદાવાદ સદવિચાર પરિવાર ,વરિષ્ઠ ગૌરવ ગ્રુપ દ્વારા અધિક શ્રાવણ માસમાં સત્યનારાયણ ની કથાનું આયોજન.તારીખ ૧૯ જુલાઈ બુધવારે ૨૦૨૩ ,અધિક શ્રાવણ સુદ-૨ ના રોજ સદવિચાર પરિવારના પ્રાંગણમાં આપણા  સદવિચારના સન્માનીય મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પી.કે.લહેરી સાહેબ,સદવિચાર પરિવારના પ્રમુખ પદ્મશ્રી ડૉ.પંકજભાઈ શાહ,વરિષ્ઠ ગ્રુપ મેન્ટર શ્રીસિધાર્થભાઈ મણકીવાળા સાહેબની પ્રેરણાથી અને સંચાલક શ્રીનરેશભાઈ રાવલ, સહ સંચાલક બીનાબેન ગર્ગના સંચાલન હેઠળ તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સંયોજક શ્રીકનુભાઈ પટેલના સહયોગથી ભગવાન સત્યનારાયણ દેવની ક્થાનું આયોજન ગાયત્રી પરિવારના પ્રજ્ઞાપુત્ર શ્રીપ્રવીણભાઈ પટેલની રસમય મધુર વાણીમાં સંગીત વૃંદ સાથે સાંજે ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ  બનાવવા સૌ સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા સૌને સત્યનારાયણ મહાપ્રસાદ સાથે નિ:શુલ્ક ગાયત્રી મંત્ર લેખન નોટ બુક, ગાયત્રી ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું હતું

Related Posts