ગુજરાત

સદી વટાવી ગયેલાં શાકભાજીના ભાવમાં ઘટાડોદસ દિવસ બાદ ભાવમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતાઓ

છેલ્લા બે મહિનાથી શાકભાજીના ભાવને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાયેલુ છે. જેના કારણે ભોજનનો સ્વાદ પણ ફીકો થયો હતો. બે મહિનાથી શાકભાજીના ભાવે સદી વટાવેલી હતી, ટામેટાના ભાવે ઐતિહાસિક ડબલ સદી વટાવી હતી. જેના કારણે લોકો શાકભાજીમાંથી ટામેટાની બાદબાકી કરી રહ્યા હતા. પરંતુ હવે શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં લોકોએ ફરી એકવાર ખરીદી કરવાનું શરૂ કર્યું છે. ભોજનનો ફિકો પડેલો સ્વાદ લોકોને પરત મળતો દેખાઈ રહ્યો છે. હજુ પણ એક સપ્તાહથી દસ દિવસ બાદ ભાવમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. જેનાથી લોકોને હજુ પણ વધુ રાહત મળશે. છેલ્લા કેટલાક સમયથી ટામેટાના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. જમાલપુર છઁસ્ઝ્ર બહારના બજારના વેપારીઓનું માનીએ તો તેમની ૩૦થી ૪૦ વર્ષની કારકિર્દીમાં આટલો ભાવ વધારો તેમણે પહેલી વખત જાેયો છે, અગાઉ ૩ વર્ષ પહેલાં ટામેટા ૮૦ થી ૯૦ રૂપિયે કિલોના ભાવે પહોંચ્યા હતા, પરંતુ આટલો ભાવ વધારો તેમણે તેમની કારકિર્દીમાં ક્યારેય જાેયો નથી. જાે કે હવે ધીરે ધીરે ટામેટાના ભાવમાં પણ ઘટાડો નોંધાવાનું શરૂ થઈ ચૂક્યું છે.

Follow Me:

Related Posts