સદ્દગત જયંતભાઇ પાઠકના સ્મૃતિ દિન નિમિત્તે લાંબા અંતરાલ બાદ ભાવનગર ગદ્યસભાની સાહિત્યિક બેઠક આજે મળશે
પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે બંધ રહેલ દર ગુરુવારે મળતી ભાવનગર ગદ્યસભાની બેઠક આજથી શરુ થઇ રહી છે. સદ્દગત જયંતભાઇ પાઠક સ્મૃતિદિન નિમિત્તે દોઢેક વર્ષના વિરામ બાદ ગદ્યસભા શામળદાસ કૉલેજના અધ્યાપક ખંડમાં આજે સાંજના ૬:૦૦ કલાકે પ્રત્યક્ષ રીતે મળશે.બેઠકમાં સ્વ. જયંતભાઇ પાઠકના જ્યેષ્ઠ પુત્ર શ્રી હારિતભાઈ પાઠકની ઉપસ્થિતિમાં સદ્દગત સાથેની ગદ્યસભાની સ્મૃતિઓ, સંભારણાં અને સંસ્મરણોની ચર્ચા થશે. આ સ્મૃતિદિનથી ગદ્યસભા પુનઃ પ્રત્યક્ષીકરણથી મળશે.
ગદ્યસભાના સંવાહક શ્રી માય ડિયર જયુ, કન્વીનર શ્રી ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, મંત્રીઓ શ્રી નટવરભાઇ વ્યાસ અને શ્રી અજય ઓઝા તથા મીડિયા પ્રચારક શ્રી પ્રવીણ સરવૈયાની યાદીમાં સાહિત્યના ભાવકોને સમયસર ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે. સૌએ કોવિડ -19ના નિયમાનુસાર માસ્ક ફરજિયાત પહેરવું, તેમજ સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવું.
ReplyForward |
Recent Comments