fbpx
બોલિવૂડ

સનક-હોપ અન્ડર સીજ આવી રહી છે ઓટીટી પર

નિર્માતાએ એક દિલચશ્પ પોસ્ટ રજૂ કર્યુ હતું. જેમાં વિદ્યુત બંદૂક પકડી એક મિશન માટે તૈયાર દેખાઇ રહ્યો છે. વિદ્યુતની અગાઉની ફિલ્મો જેમ આ પણ એક ધમાકેદાર એકશનપેક ફિલ્મ છે. ઝી સ્ટુડિયોના સહયોગથી આ ફિલ્મ બનાવાઇ છે. કારકિર્દીમાં વિદ્યુત પાંચમી વખત વિપુલ સાથે કામ કરી રહ્યો છે. ચંદન રોય સન્યાલ, નેહા ધુપિયા પણ આ ફિલ્મમાં ખાસ ભુમિકામાં છે.અભિનેતા વિદ્યુત જામવાલ હવે નિર્માતા પણ બની ગયો છે અને પોતાના હોમ પ્રોડકશનમાં ફિલ્મોનું નિર્માણ પણ કરી રહ્યો છે. હાલમાં તે વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘સનક-હોપ અન્ડર સીજ’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ ભારતના સોૈથી મોટા પ્રિમીયમ ઓટીટી પ્લેટફોર્મ પૈકીના એક પર રિલીઝ થવાની છે. કનિશ્ક વર્મા દ્વારા નિર્દેશીત આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ સાથે બંગાળી અભિનેત્રી રૂકમણી મૈત્રા બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવાની છે.

Follow Me:

Related Posts