બોલિવૂડ

સનીદેઓલની ગદર-૨ નવેમ્બરની બીજી તારીખે ફ્લોર પર આવશે


ગદર એક પ્રેમકથા ટુને લઇને એક અપડેટ આાવી છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, અનિલ શર્માની ગદર ટુ નવેમ્બરની બીજી તારીખે ફ્લોર પર આવશે. આ ફિલ્મની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.સાલ ૨૦૦૧માં સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર એક પ્રેમ કથાએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. આ ફિલ્મમાં સની દેઓલ અને અમિષા પટેલે પતિ-પત્નીની ભૂમિકા કરી હતી. હવે આ ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્મા ફિલ્મની સિકવલ લઇને આવી રહ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ગદરની સીકવલ જી સ્ટૂડિયો સાથે મળીને પ્રોડયુસ કરવામાં આવશે. સની દેઓલ અને અમીષા પટેલ સાથે સાથે ઉત્કર્ષ પણ આ ફિલ્મમાં ફરીજાેવા મળવાનો છે. ઉત્કર્ષે ગદરમાં તારા સિંહ અને સકીનાના પુત્રનો રોલ ભજવ્યો હતો. ગદર ટુની વાર્તામાં પિતા-પુત્ર પર વધારે ફોકસ કરવામાં આવશે. પિતા પોતાના પુત્રને ભારત પાછો લાવવાના પ્રયાસ કરતો જાેવા મળશે.

Follow Me:

Related Posts