સની દેઓલ વર્ષોથી દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવીને રાજ કરે છે. પરંતુ તેમના દીકરાને તે સ્થાન પર પહોંચવામાં કદાચ હજુ ઘણી મહેનત લાગે. સનીનો પુત્ર કરણ દેઓલ વર્ષ ૨૦૧૯ માં ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મથી તેમણે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. જાે કે આ ફિલ્મ બહુ ખરાબ રીતે ફ્લોપ રહી. સનીના સન કરણને પણ ખાસ પ્રતિભાવ મળ્યો નહીં. હવે તેમની નજર ટકી છે આગામી પ્રોજેક્ટ પર.
રોમેન્ટિક ફિલ્મમાં નિષ્ફળ થયા બાદ કરણ હવે અલગ અવતારમાં જાેવા મળશે. જી હા આ વખતે તેઓ ટ્રાય કરી રહ્યા છે એક ક્રાઈમ કોમેડી ફિલ્મમાં પોતાની અદાકારી બતાવવાનો. આ ફિલ્મનું નામ છે વેલે ઇન દેલ્હી.
દિલ્હીમાં ફિલ્મનું શૂટિંગ શરુ થઇ ચૂક્યું છે. શૂટિંગ માટે કરણ દિલ્હી માટે રવાના પણ થઇ ગયા છે. કરણ એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. આ ફિલ્મ દેવેન મુંજાલ ડાયરેક્ટ કરવામાં છે. જેમાં ૩ મિત્રોની વાર્તા બતાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે દેવેને આ પહેલા ચલતે ચલતે અને ઓમ શાંતિ ઓમમાં પણ કામ કરેલું છે.
સનીના સન કરણે ફેન્સ સાથે પોતાનો આ ફિલ્મનો પહેલો લૂક શેર કર્યો છે. એકદમ સિરિયસ લૂક વાળી તસ્વીરમાં કરણે લખ્યું છે કે ‘નવો લૂક, નવી શરૂઆત.’ નવો લૂક તો કરણના ફેન્સને પસંદ આવી જ રહ્યો છે. પરંતુ જાેવું એ રહ્યું તેની નવી ફિલ્મ કેટલા દર્શકોના દિલ જીતવામાં સફળ રહે છે.
કરણે કહ્યું, ‘લોકડાઉન દરેક માટે મુશ્કેલ રહ્યું છે. પરંતુ હવે ધીરે ધીરે સેફટી સાથે ફરીથી કામ તો શરુ કરવું પડશે. તેને કહ્યું, ‘હું શૂટિંગને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. આ વખતે હું એક શાનદાર ટીમ સાથે કંઈક અલગ જ કરવા જઈ રહ્યો છું. બાકીની માહિતી જલ્દી તમે બધાને આપીશ.’
આ ઉપરાંત કરણની અન્ય ફિલ્મની વાત કરીએ તો તેઓ દેઓલ પરિવારની ફિલ્મ અપનેની આગામી ફિલ્મમાં પણ જાેવા મળશે. જી હા અહેવાલો અનુસાર આ ફિલ્મમાં ત્રીજી પેઢી સહીત દેઓલ પરિવાર જાેવા મળશે. જેમાં ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ અને કરણ સાથે આવશે.
Recent Comments