fbpx
બોલિવૂડ

સની લિયોન પર લાગ્યો ૨૯ લાખનાં ફ્રોડનો આરોપ, ક્રાઇમ બ્રાન્ચે હાથધરી પૂછપરછ

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનની મુશ્કેલીઓ વધી રહી છે. કેરળમાં તે પરિવાર સાથે રજાઓ ગાળી રહી છે ત્યાં તેનાં પર ૨૯ લાખ રૂપિયાનાં ફ્રોડનો આરોપ લાગ્યો છે. આ મામલે કેરળ ક્રાઇમ બ્રાન્ચે એક્ટ્રેસની પૂછપરછ પણ કરી છે. કહેવાય છે કે, સનીએ તપાસ એજન્સીની સામે પોતાનો પક્ષ મુક્યો છે. અને પોતાને નિર્દોષ ગણાવી છે. કેસની વાત કરતાં પેરુમબવૂરની ઇવેન્ટ કોર્ડિનેટર આરસ શિયાસીએ સની લિયોન પર આરોપ લગાવ્યો છે કે, એક્ટ્રેસે વર્ષ ૨૦૧૬થી ૧૨ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ૨૯ લાખ રૂપિયા લીધા હતાં.

પણ તે એકપણ ઇવેન્ટમાં હાજર રહી ન હતી. પોતાનાં આરોપોન વિશ્વસનીયતા વધારવા આર. શિયાસએ તપાસ એજન્સીની સામે તમામ દસ્તાવેજ મુક્યા હતાં જેમાં પૈસાની લેવડ-દેવડનાં તમામ ડોક્યૂમેન્ટ્‌સ અને પૂરાવા હાજર હતાં. આ ફરિયાદ પર એક્શન લેતા હવે કેરળ ક્રાઇમ બ્રાન્ચે સની લિયોનથી સવાલ જવાબ કર્યા છે. તો અલગ જ કહાની સામે આવી છે. સનીએ જણાવ્યું કે, તેણે પૈસા લીધા હતાં પણ ફક્ત પાંચ વખત. તો એક્ટ્રેસે ઇવેન્ટમાં ન જવા મામલે તેનો પક્ષ મુકતા કહ્યું હતું કે, મેનેજમેન્ટ તરફથી તેમની ઇવેન્ટ સતત પોસ્ટપોર્ન કરવામાં આવી હતી. સનીએ કહ્યું કે, તે હાલમાં પણ ઇવેન્ટ અટેન્ડ કરવાં તૈયાર છે. જાે તેમને પહેલેથી કોઇ ફિક્સ તારીખ આપવામાં આવે તો.

Follow Me:

Related Posts