સંખેડા તાલુકાના સનોલી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડીને વિદેશી દારૂનું કટીંગ થતું હતું ત્યાંથી જ વિદેશી દારૂની ૧૪૦૫ બોટલ તેમજ ત્રણ મોટરસાયકલ સહિત કુલ રૂ. ૩,૫૪,૧૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સંખેડા તાલુકામાં વિદેશી દારૂ પકડી પાડવામાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી સફળતા મેળવી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ પેટ્રોલીંગમાં હતી, ત્યારે મળસ્કે ચાર વાગ્યાના અરસામાં બાતમી મળતા સણોલી ગામે બાતમી વાળી જગ્યાએ પહોંચી જતા થોડા સમય અગાઉ જ વિદેશી દારૂનું કટીંગ થયું હતું અને વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૪૦૫ નંગ બોટલની કિંમત રૂ. ૧,૭૪,૧૦૦/- તેમજ ત્રણ બાઈક કિંમત રૂ.૧,૮૦,૦૦૦/- મળી આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂનું કટીંગ કરનારા ત્રણ ઈસમને પકડી પાડ્યા હતા. જેમાં ચિસાડિયાના રહેવાસી અલ્કેશ થાવરિયા રાઠવા, સનોલીના રહેવાસી રેવજી સોમરીયા ભીલ તથા બસિયા કાલીયા ભીલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments