સન ઑફ બિહારના નામથી લોકપ્રિય પત્રકાર મનીષ કશ્યપે પો.સ્ટેશનમાં આવી આત્મસમર્પણ કર્યું
હાલમાં તમિલનાડૂ પ્રકરણ સાથે જાેડાયેલ નકલી વીડિયો મામલામાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં જાેઈએ તો ફેક વીડિયો મામલામાં ફરાર એવા યૂટ્યૂબર મનીષ કશ્યપે આર્થિક અપરાધ યૂનિટના પ્રેશરમાં આવીને સરેન્ડર કરી દીધું છે. હકીકતમાં જાેઈએ તો, આર્થિક અપરાધ ઈકાઈની ટીમ બેતિયામાં મનીશ કશ્યપના ઘરે પહોંચી હતી અને સ્થાનિક પોલીસના સહયોગથી કુર્કીની કાર્યવાહી કરવા જઈ રહી હતી. કહેવાય છે કે, આ કાર્યવાહીના પ્રેશરમાં આવીને મનીષ કશ્યપે બેતિયાના જગદીશપુર ઓપીમાં સરેન્ડર કર્યું છે.
હાલમાં આર્થિક અપરાધ યૂનિટની ટીમ અને સ્થાનિક પોલીસ મનીષ કશ્યપ સાથે પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈઓયૂની ટીમ સતત ફેક ન્યૂઝ મામલામાં મનીષ કશ્યપની ધરપકડ કરવાનું પ્રેશર બનાવી રહી હતી. મનીષ કશ્યપની ધરપકડ માટે કેટલીય જગ્યાએ દરોડા પણ પાડ્યા હતા. શું છે સમગ્ર મામલો?.. તે જાણો.. આપને જણાવી દઈએ કે, પ્રખ્યાત યૂટ્યૂબર મનીશ કશ્યપ હાલમાં ખૂબ ચર્ચામાં છે. સ્થિતી એવી થઈ છે કે, થોડા દિવસથી સોશિયલ મીડિયા સાઈટ પર ટ્રેંડ કરી રહ્યું હતું. હકકતમાં જાેઈએ તો, મનીષ કશ્યપે પોતાની યૂટ્યૂબ ચેનલ સચ તક ન્યૂઝના માધ્યમથી બિહાર સહિત દેશના અલગ અલગ રાજ્યોનો વીડિયો શેર કરતો હતો.
આ દરમિયાન મનીષ કશ્યપે તમિલનાડૂમાં બિહારીઓ સાથે હિંસા મામલાને લઈને એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેને પોલીસે ફેક વીડિયો ગણાવ્યો હતો. આ ઘટના બાદ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ ફરીથી મનીષ કશ્યપે ટિ્વટર પર પોતાની ધરપકડના ફેક ન્યૂઝનો ફોટો વાયરલ કર્યો હતો. આ ઘટના બાદ પટના પોલીસે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી અને શોધી રહી હતી. મનીષ કશ્યપની ધરપકડને લઈને ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા, જાે કે, હવે તેને ડરના માર્યા સામેથી સરેન્ડર કરી દીધું છે.
Recent Comments