fbpx
રાષ્ટ્રીય

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે લીલા નિશાને ખુલ્યુંસેન્સેક્સ ૪૭૧ પોઈન્ટ વધીને ૬૪,૮૦૦ને પાર, ૧૦૦ પોઈન્ટના વધારા સાથે નિફ્ટી ૧૯૩૦૦ને પાર

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યું છે. સ્થાનિક બજારની શરૂઆતથી જબરદસ્ત મોમેન્ટમ જાેવા મળી રહ્યું છે. સેન્સેક્સ ૪૦૦થી વધુ પોઈન્ટ વધીને ખુલવામાં સફળ રહ્યો છે અને નિફ્ટી ૧૯૩૦૦ને પાર કરી ગયો છે. સારા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજાર સકારાત્મક ખુલ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકો સતત ત્રીજા દિવસે લીલા રંગમાં ખુલ્યા છે. મ્જીઈ સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ વધીને ૬૪,૮૦૦ને પાર કરી ગયો છે. નિફ્ટી પણ ૧૦૦ પોઈન્ટના વધારા સાથે ૧૯,૩૦૦ની પાર ટ્રેડ કરી રહ્યો છે. બેન્કિંગ, ઓટો, આઈટી અને અન્ય ક્ષેત્રોમાં ખરીદીને કારણે બજારની મજબૂતાઈને ટેકો મળી રહ્યો છે. નિફ્ટીમાં આઇશર મોટરનો શેર ૧.૨૫ ટકાના વધારા સાથે ટોપ ગેઇનર છે.

આ પહેલા શુક્રવારે મ્જીઈ સેન્સેક્સ ૨૮૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૪,૩૬૩ પર બંધ થયો હતો.. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ ૪૭૧ પોઈન્ટ અથવા ૦.૭૩ ટકાના વધારા સાથે ૬૪,૮૩૫ ના સ્તર પર ખુલ્યો હતો. દ્ગજીઈ નો નિફ્ટી ૧૧૫.૨૫ પોઈન્ટ અથવા ૦.૬૦ ટકાના વધારા સાથે ૧૯,૩૪૫ ના સ્તર પર ખુલ્યો. સેન્સેક્સના ૩૦માંથી ૨૯ શેરો ઉછાળા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જીમ્ૈંનો માત્ર એક જ શેર ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે. વધતા શેરોમાં, એક્સિસ બેન્ક ૧.૧૬ ટકા અને એલએન્ડટી ૧.૧૦ ટકા વધીને ટ્રેડ કરી રહી છે. નેસ્લે ૧.૦૫ ટકા અને ૈંઝ્રૈંઝ્રૈં બેન્ક લગભગ ૧ ટકા ઉપર છે. ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૮૩ ટકા અને એચસીએલ ટેક ૦.૮૦ ટકાના વધારા સાથે જાેવામાં આવી રહ્યા છે..

નિફ્ટીની સ્થિતિ વિષે જણાવીએ, દ્ગજીઈના નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૪૭ શેરોમાં વધારો અને ૨ શેરોમાં ઘટાડો છે. શેર કોઈ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં જે બે શેરો ઘટી રહ્યા છે તેમાં જીમ્ૈં અને ર્ંદ્ગય્ઝ્રના શેર લાલ નિશાનમાં છે. બજારમાં આજે ૨૧૬૧ શેરમાં ઉછાળો અને ૭૧૩ શેરમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. ૧૩૭ શેરો કોઈ ફેરફાર વગર દેખાઈ રહ્યા છે અને કુલ ૩૦૧૧ શેર હાલમાં મ્જીઈ પર ટ્રેડ થઈ રહ્યા છે. પ્રી-ઓપનિંગ ટ્રેડમાં મ્જીઈ સેન્સેક્સ ૩૮૭.૩૧ પોઈન્ટ અથવા ૦.૬૦ ટકાના વધારા સાથે ૬૪૭૫૧ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. દ્ગજીઈ નો નિફ્ટી ૨૪.૫૫ પોઈન્ટ અથવા ૦.૧૩ ટકા વધીને ૧૯૨૫૫ ના સ્તર પર હતો.

Follow Me:

Related Posts