fbpx
અમરેલી

સફાઈ મિત્ર સુરક્ષા શિબિર (અંત્યોદય દિવસ) અન્વયે લાઠી અને રાજુલા તાલુકામાં સાફ-સફાઈ, નિઃશુલ્ક આરોગ્ય ચકાસણીઃઆરોગ્ય કાર્ડનું વિતરણ

તા.૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે. તા.૨૫ સપ્ટેમ્બર,૨૦૨૪ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર (અંત્યોદય દિવસ)ની ઉજવણી કરવામાં આવી, સાફ સફાઈનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. ગ્રામ્ય કક્ષાએ નિઃશુલ્ક આરોગ્ય ચકાસણીના આયોજન અન્વયે લાઠી અને રાજુલા તાલુકાના વિવિધ ગામોમાં આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ હતી. શિબિરમાં જનસામાન્ય સહભાગી થયા હતા, તેમને આરોગ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આવશ્યક તબીબી સેવાઓ પૂરી પાડવા અને જનસુખાકારીની ખાતરી કરવાના ઉમદા ઉદ્દેશ સાથે આ નિઃશુલ્ક આરોગ્ય શિબિર યોજવામાં આવે છે. અંત્યોદય દિવસની પણ ઉજવણી કરવામાં આવી.  જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરવા અનુરોધ કરવામાં આવ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તાર સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બને, રોગચાળા મુકત બને તે બાબતે સહિયારી જવાબદારી સાથે સ્વચ્છાગ્રહી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts