fbpx
ભાવનગર

સફાઈ મિલિટરી ની ઓળખ ધરાવતી અમદાવાદ ની બાપા સીતારામ ટ્રસ્ટ ની ગુરુમુખી આશ્રમ બગદાણા માં સફાઈ મુહિમ

બગદાણા ગુરુમુખી સંત શ્રી બજરંગદાસબાપા ના આશ્રમ ખાતે અમદાવાદ ની સફાઈ મિલિટરી ની ઓળખ ધરાવતી બાપા સીતારામ ટ્રસ્ટ ના સ્વયંમ સેવકો નું સ્વચ્છતા અભિયાનઅમદાવાદ ની બાપા સીતારામ ટ્રસ્ટ નું હોલીડે એટલે ગુજરાત નું કોઈ પણ એક પ્રસિદ્ધ ધર્મસ્થાન માં સ્વ ખર્ચે સમાન ડ્રેસ માં ગરીબ થી લઈ તવંગર સ્વયંમ સેવક ડસ્ટબિન કચરા પોતા સાવરણા સુપડા ફીનાઇલ સહિત સફાઈ સાધનો સાથે મિલિટરી માફક કોઈ પદ પ્રતિષ્ઠા માન સન્માન પ્રસિદ્ધિ ની કોઈ પણ અપેક્ષા વગર ધર્મસ્થાન પરિસર ના ગર્ભગૃહ થી લઈ શિખર  રસોઈ ઘર ઉતારા ટોયલેટ સહિત સમગ્ર ધર્મસ્થાન ને નવો ચળકાટ બક્ષી દેતી સફાઈ મુહિમ ચલાવે છે આજે રવિવારે તા.૨૫/૦૨/૨૪ ના રોજ બાપા સીતારામ ટ્રસ્ટ ના સ્વયંમ સેવકો એ ગુરુ આશ્રમ બગદાણા ખાતે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું દિવસે પોતા ના પરિવાર ના જીવન નિર્વાહ માટે વેપાર ધંધો બિઝનેશ કરતા ગરીબ થી લઈ તવંગર સંસ્થા ના સભ્યો બાપા સીતારામ ટ્રસ્ટ ના લોગો વાળા બ્લ્યુ ટીશર્ટ માં સુસજ્જ થઈ એકદમ સ્વયંમ શિસ્ત અને પુરા ડીસીપ્લીન સાથે ધર્મસ્થાન માં અતિ દુર્ગમ ટોયલેટ પણ ચમકાવી દેતી સફાઈ માં કોઈ ક્ષોભ સંકોચ વગર કરે છે ગુજરાત ના દ્વારકા માતા નો મઠ સોમનાથ રાજપરા ખોડિયાર બગદાણા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પાવાગઢ જૂનાગઢ સતાધાર પરબ સહિત કોઈ પણ પ્રસિદ્ધ ધર્મ સ્થાન ની સફાઈ સાથે હદય સ્પર્શી સંદેશ છોડી જાય છે જ્યાં ત્યાં પાન માવા ના થુંકી ગંદકી ન કરો સ્વચ્છતા ત્યાં પ્રભુતા ધર્મ સ્થાન નું ઔચિત્ય જાળવો સ્વયંમ શિસ્ત થી ધર્મસ્થાન ની સફાઈ માટે ચવીટ રાખો જેવા સુંદર સંદેશ સાથે બગદાણા ગુરુ આશ્રમ ની સફાઈ કરી હતી 

Follow Me:

Related Posts