fbpx
અમરેલી

સમગ્ર અમરેલી સંસદીય વિસ્તારમાં પડેલ અતિ ભારે વરસાદના લીધે ખેતી પાકોને થયેલ નુકશાન અંગે સવેૅ કરાવી વળતર ચૂકવવા સરકારને રજૂઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

સમગ્ર અમરેલી સંસદીય વિસ્તારમાં પડેલ અતિ ભારે વરસાદના લીધે
ખેતી પાકોને થયેલ નુકશાન અંગે સવેૅ કરાવી વળતર ચૂકવવા સરકારશ્રીમાં રજૂઆત કરતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા

અમરેલી સંસદીય મત વિસ્તારમાં પડેલ અતિ ભારે વરસાદને લીધે ખેડૂતોના ખેતી પાકને થયેલ નુકશાનનો સત્વરે સવેૅ કરાવી વળતર ચૂકવવા બાબતે અમરેલી સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ ક’ષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને અમરેલી જીલ્લાના નવનિયુકત પ્રભારી મંત્રી શ્રી આર.સી.મકવાણાને લેખિત રજૂઆત કરેલ છે.


સાંસદશ્રીએ કરેલ રજૂઆત મુજબ ગુલાબ વાવાઝોડાને લીધે સૌરાષ્ટ્રના તમામ જીલ્લાઓમાં અનરાધાર વરસાદ પડેલ છે અને હજુ શાહીન વાવાઝોડાના પગલે વધુ ત્રણ દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે સમગ્ર અમરેલી સંસદીય વિસ્તારમાં વષૅનો ૧૦૦ ટકાથી પણ વધુ વરસાદ નોંધાયેલ છે. હજુ હમણાં જ ગુજરાતમાં ત્રાટકેલ તાઉ’તે વાવાઝોડાના લીધે સમગ્ર રાજયમાં ખાસ કરીને અમરેલી સંસદીય વિસ્તારમાં મોટા પાયેલ નુકશાન થયેલ હતુ. આ આથિૅક નુકશાન માંથી બહાર નીકળી ખેડૂતોએ હજુ પોતાના ખેતરોમાં વાવેતર કરેલ જ હતુ ત્યાં પડેલ અતિભારે વરસાદના લીધે તલ, બાજરી, કઠોળ અને સોયાબીનનો પાક સંપૂણૅ નિષ્ફળ ગયેલ છે અને ગઈ કાલે ર૪ કલાકમાં પડેલ મુશળધાર વરસાદને લીધે ખેડૂતોના કપાસ અને શીંગના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામેલ છે.


તેથી સમગ્ર અમરેલી સંસદીય વિસ્તારમાં ખેડૂતોના પાકને થયેલ નુકશાન અંગે સત્વરે સવેૅ કરાવી ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર ચુકવવા અંગે સાંસદશ્રીએ સરકારશ્રીમાં અસરકારક રજૂઆત કરેલ હોવાનું સાંસદ કાયૉલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts