સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર એલ.જે યુનિવર્સિટી માઈક્રોસોફટ કંપનીમાં ઇન્ટરનશિપ.માટે દેશ ના ૧૧ હજાર વિદ્યાર્થી ઓમાં થી ૨૫ ની પસંદગી ૧ માત્ર ગુજરાતી જતીન ચાવડા સિલેકટેડ
આંક માં ઉદ્યમ ચાલ માં ચતુર શિર સાટેય ચાસવે નાક ની નોક તેવા ગૌરવવંતા ગુજરાતી જતીન ચાવડા ની ઇન્ટરશીપ માં પસંદગી સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર એલ.જે યુનિવર્સિટી ના વિદ્યાર્થી જતીન ચાવલા ની માઈક્રોસોફટ કંપનીમાં ઇન્ટરનશિપ માટે પસંદગી.એલ.જે યુનિવર્સિટી અમદાવાદ ના એન્જિનિયરિંગ માં અભ્યાસ કરતા જતીન ચાવલા ને માઈક્રોસોફટ કંપનીમાં ઇન્ટરનશિપ માટે પસંદ કરવામાં આવ્યા છે.માઈક્રોસોફટ કંપનીમાં ઇન્ટરનશિપ માટે ૧૧ હજાર એપ્લિકેશન આવી હતી તેમાંથી સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર જતીન ની પસંદગી કરવામાં આવી છે. માઇક્રોસોફ્ટ દ્વારા વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન એપ્લિકેશન મગાવવામાં આવી હતી તેમાં જતીને પોતાનો બાયોડેટા મોકલ્યો હતો.જતીન ના ૫ થી પણ વધારે ઇન્ટરવયૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ફાઈનલ રાઉન્ડ માં તેની પસંદગી કરવામાં આવી.૧૧૦૦૦ થી વધારે લોકો એ અરજી કરી હતી તેમાંથી ૨૫ લોકોની પસંદગી કરવામાં આવી હતી.જતીન એકમાત્ર ગુજરાતી છે જેમની પસંદગી પામેલી છે.અનેક નિષ્ફળતાઓ બાદ તેમજ ૨૫ થી વધારે રીજેકશન બાદ તેમને સફળતા મળી.નિષ્ફળતાની આરપાર જઈને સફળતા મેળવનાર જતીન ચાવલા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે.
Recent Comments