સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું નામ રોશન કરતો શ્રી મેઢા પ્રાથમિક શાળાનો ધોરણ 7 નો વિદ્યાર્થી : રુદ્ર વિજયકુમાર પટેલ
ઓક્ટોબર મહિનામાં સ્ટેટ એક્ઝામીનેશન બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 6 ની PSE ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં પ્રગટ થયું. આ પરીક્ષામાં સરકારી, ખાનગી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના 106057 જેટલા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાંથી 78217 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 66241 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાંથી 1000 વિદ્યાર્થીઓને મેરિટમાં સમાવવામાં આવ્યા હતા. આ મેરિટમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી શ્રી મેઢા પ્રાથમિક શાળાનો ધોરણ 7નો વિદ્યાર્થી રુદ્ર વિજયકુમાર પટેલ ટોપર બન્યો છે. આમ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવનાર આ વિદ્યાર્થીને પાલિતાણા તાલુકાના ટીપીઈઓ, બીઆરસી, સીઆરસી તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, શિક્ષણ સમિતિના હોદ્દેદારો ઉપરાંત બહોળા પ્રમાણમાં શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીના વાલી અને શાળા પરિવાર પર પણ અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી. શ્રી મેઢા પ્રાથમિક શાળા પરિવાર તરફથી આ વિદ્યાર્થીનું સન્માન કરી એને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.
Recent Comments