અમરેલી

સમગ્ર જિલ્લામાં રખડતા ઢોર પર નિયંત્રણ માટે જિલ્લા કલેક્ટરશ્રી  દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

સમગ્ર જિલ્લામાં રખડતા ઢોર પર નિયંત્રણ અને માર્ગ અકસ્માત અટકાવવા ઉપરાંત ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રખડતા ઢોરની ઓળખ માટે ટેગ કે ચીપ લગાવવા, ઢોરની માલિકીનું રજીસ્ટ્રેશન કરવા તથા રખડતા ઢોરને પકડવાની કામગીરી વખતે વ્યક્તિઓનો અવરોધ અટકાવવા જિલ્લાના તમામ પશુ માલિકોએ તેમના ઢોરને ટેગ અથવા ચીપ લગાવડાવી સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ફરજિયાત નોંધણી કરાવવી જરુરી છે. જિલ્લાના કોઈપણ જાહેરમાર્ગો ઉપર કે તેવા માર્ગોને અડીને આવેલા વિસ્તારમાં કોઈપણ પ્રકારના ઘાસચારાનું વેચાણ કરવું નહીં કે આવા જાહેર સ્થળોએ પશુઓને ઘાસચારો ખવડાવવો નહીં.

આ માટે યોગ્ય પગલાઓ ભરવામાં આવતા હોય નિયત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ,૧૯૫૧ની કલમ-૩૩(૧) (બી) તથા ૩૩ (૧) (સી) અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો અમલ અન્ય હુકમ ન કરવામાં આવે ત્યાં સુધી તેનો અમલ કરવાનો રહેશે. હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉપરાંત આવા કૃત્યો સજાપાત્ર થશે.

Related Posts