દામનગરના વતની અને હાલ ભાવનગર સ્વ. દમયંતીબેન ભુપતરાય શુક્લની પૌત્રી અને સરકારી હાઈસ્કૂલ- નેસડાના શિક્ષિકા શ્રી નેહાબેન દીપકકુમાર શુક્લ અને શ્રી ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કૂલ-સોનગઢના મદદનીશ શિક્ષક શ્રી દીપકભાઈ બી. શુક્લની પુત્રી કુ. ડૉ. પ્રાચી શુક્લએ એમ.બી.બી.એસ.કર્યા બાદ લેવાતી પી.જી. નીટની તાજેતરમાં લેવાયેલ પરીક્ષામાં ૮૦૦ ગુણમાંથી ૫૬૩ માર્કસ સાથે પાસ કરી સમસ્ત દામનગર શહેર અને બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. ડો. પ્રાચી શુક્લને દામનગર શહેરની અનેક સામાજિક,ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ પરિચિતો દ્વારા ઉજ્જળ કારકિર્દી માટે શુભેચ્છા અને અભિનંદન પાઠવી રહ્યા છે.
સમગ્ર બ્રહ્મસમાજનું ગૌરવ ડો. પ્રાચી શુક્લ તાજેતર માં લેવાયેલ પી.જી. નીટ ની પરીક્ષા પાસ કરી

Recent Comments