સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
આગામી જુલાઇ/૨૦૨૨ – ઓગષ્ટ/૨૦૨૨નાં માસ દરમિયાન તા.૨૮/૦૭/૨૦૨૨નાં રોજ દિવાસો, તા.૨૯/૦૭/૨૦૨૨નાં રોજ શ્રાવણમાસ પ્રારંભ, તા.૦૫/૦૮/૨૦૨૨નાં રોજ દુર્ગાષ્ટમી, તા.૦૯/૦૮/૨૦૨૨નાં રોજ મહોરમ (તાજીયા), તા.૧૧/૦૮/૨૦૨૨નાં રોજ રક્ષાબંધન, તા.૧૪/૦૮/૨૦૨૨નાં રોજ ફુલ કાજલી ત્રીજ, તા.૧૫/૦૮/૨૦૨૨નાં રોજ સ્વાતંત્ર દિન, તા.૧૬/૦૮/૨૦૨૨નાં રોજ નાગ પાંચમ, તા.૧૭/૦૮/૨૦૨૨નાં રોજ રાંધણ છઠ, તા.૧૮/૦૮/૨૦૨૨નાં શીતળા સાતમ, તા.૧૯/૦૮/૨૦૨૨નાં રોજ જન્માષ્ટમી તથા તા.૨૪/૦૮/૨૦૨૨નાં રોજ પર્યુષણ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલા લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ તે માટે પ્રતીબંઘિત ફરમાવતું જાહેરનામું જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારૂં બહાર પાડવુ જરૂરી જણાતાં અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપર મુજબનાં પ્રાણઘાતક હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૨૫/૦૮/૨૦૨૨ સુઘી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વઘુમાં વઘુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અઘિનિયમ- ૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની સજા થશે.
Recent Comments