સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
આગામી ઓગષ્ટ/૨૦૨૨ – સપ્ટેમ્બર/૨૦૨૨નાં માસ દરમિયાન તા.૨૬/૦૮/૨૦૨૨નાં રોજ ભાદરવી અમાસ, તા.૨૯/૦૮/૨૦૨૨નાં રોજ બળદેવ જ્યંતિ, તા.૩૦/0૮/૨૦૨૨નાં રોજ કેવડા ત્રીજ, તા.૩૧/૦૮/૨૦૨૨નાં રોજ ગણેશ ચતુર્થી, તા.૦૧/૦૯/૨૦૨૨નાં રોજ ઋષી પાંચમ, તા.૦૬/૦૯/૨૦૨૨નાં રોજ જલજીલણી એકાદશી, તા.૦૯/૦૯/૨૦૨૨નાં રોજ ગણપતી વિસર્જન, તા.૧૦/૦૯/૨૦૨૨નાં રોજ ભાદરવી પુનમ તથા તા.૨૨/૦૯/૨૦૨૨નાં રોજ રેંટીયા બારસ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલા લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ તે માટે પ્રતીબંઘિત ફરમાવતું જાહેરનામું જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારૂં બહાર પાડવુ જરૂરી જણાતાં અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપર મુજબનાં પ્રાણઘાતક હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
આ જાહેરનામું તા.૨૫/૦૯/૨૦૨૨ સુઘી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વઘુમાં વઘુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની સજા થશે.
Recent Comments