અમરેલી

સમગ્ર રાજયમાં મેઘકૃપા વરસે તે માટે,બાબરાનાં યુવાનોએ અશ્‍વ સવારી સાથે ગંગેશ્‍વર મહાદેવનાં દર્શન કર્યા

બાબરા પંથક સહિત સમગ્ર રાજયમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી મનોકામનાઓ સાથે બાબરાના યુવાનો અશ્‍વસવારી સાથેગંગેશ્‍વર મહાદેવના દર્શન કરી પ્રાર્થના કરી. બાબરાથી 3પ કિલોમીટર દૂર જંગલમાં આવેલ ગંગેશ્‍વર મહાદેવના દર્શને 1પ જેટલા અશ્‍વસવાર યુવાનો જોડાયા. પૂજય મહંત લક્ષ્મણગીરી બાપુએ આશિર્વાદ પાઠવ્‍યા.

બાબરા સહિત સમગ્ર રાજયમાં મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો સહિત તમામ વર્ગના લોકો ચિંતામાં ગરકાવ થવા લાગ્‍યા હતા અને વરસાદ આવે તેવી પ્રાર્થના તમામ લોકો કરતા જોવા મળી રહયા હતા.

ત્‍યારે બાબરામાં આશિષભાઈ ધાંધલની આગેવાની હેઠળ તમામ વર્ગના આશરે 1પ યુવાન મિત્રોએ સમગ્ર રાજયમાં સારા વરસાદના મનોરથ સાથે બાબરાથી 3પ કિલોમીટર દૂર જંગલમાં આવેલ શ્રી ગંગેશ્‍વર મહાદેવના મંદિર સુધી અશ્‍વસવારી સાથે પહોંચ્‍યા હતા અને મહાદેવને શિશ નમાવી બાબરા સહિત સમગ્ર રાજયમાં સારો વરસાદ પડે તેવી પ્રાર્થના કરી હતી. અહીં બાબરાના યુવાનો ગંગેશ્‍વર મહાદેવના મંદિરમાં અશ્‍વ લઈને આવી પહોંચતા મંદિરના મહંત લક્ષ્મણગીરી બાપુ દ્વારા આશિર્વાદ પાઠવ્‍યા હતા.

Follow Me:

Related Posts