અમરેલી

સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બર,૨૦૨૩ના રોજ રવિ કૃષિ મહોત્સવ-૨૩નું આયોજન

 રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બર,૨૦૨૩ના રોજ સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવ-૨૩નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. આગામી તા.૨૪ નવેમ્બર,૨૩ના રોજ નવુ ખેડૂત તાલીમ કેન્દ્ર-લીલીયા રોડ,અમરેલી ખાતે અમરેલી તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, રવિ કૃષિ મહોત્સવમાં પશુપાલન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને મોડલ ફાર્મની મુલાકાતનો પણ અવસર મળશે.

      રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી યોજનાઓ અમલી છે જેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩માં ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવશે.

Follow Me:

Related Posts