fbpx
અમરેલી

સમગ્ર રાજ્યમાં ધોરણ ૧૨ સાયન્સમાં લાઠી કેન્દ્રનું પરિણામ સર્વોચ્ચ રહેતા અને લાઠી કેન્દ્રમાં બાબરાની વી એલ ગેલાણી વિદ્યાલયનું પરિણામ પ્રથમ ક્રમે રહેતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે શુભેચ્છાઓ પાઠવી

લાઠી સમગ્ર રાજ્યમાં ધોરણ ૧૨ સાયન્સમાં લાઠી કેન્દ્રનું પરિણામ સર્વોચ્ચ રહેતા અને લાઠી કેન્દ્રમાં બાબરાની વી એલ ગેલાણી વિદ્યાલયનું પરિણામ પ્રથમ ક્રમે રહેતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે શુભેચ્છાઓ પાઠવી..   ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ તા ૧૨/૫/ના રોજ જાહેર થયું હતું જેમાં સમગ્ર રાજ્યનું પરિણામ ૭૨.૦૨% રહ્યું હતું અને અમરેલી જિલ્લાના લાઠી કેન્દ્રનું ૯૬.૧૨% સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ રહ્યું હતું તેમજ ધોરણ ૧૨ સાયન્સના લાઠી કેન્દ્રમાં બાબરાની વી એલ ગેલાણી વિધાલયનું ઓવરઓલ પી આર ૯૮.૮૮ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમજ બીજા ક્રમે લાઠી કલાપી અને ત્રીજા ક્રમે દામનગર ગુરુકુલ અને ચોથા ક્રમે બાબરાની સરકારી કમળશી હાઇસ્કૂલ રહેતા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખુશીનો લાગણી વ્યક્ત કરી ગૌરવ સાથે જણાવ્યું હતું કે વિધાર્થીઓના કારકિર્દીની અતિ મહત્વની ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં લાઠી કેન્દ્ર દ્વારા બાજી મારી ઉજ્જવળ પરિણામ આવ્યું છે તેમજ લાઠી કેન્દ્રમાં બાબરાની વી એલ ગેલાણી વિધાલય,સરકારી કમળશી સ્કૂલ,દામનગર ગુરુકુલ,અને લાઠી કલાપી સ્કૂલ અગ્રેસર રહેતા તમામ શાળાના વિદ્યાર્થીઓ,આચાર્ય શાળાના સંચાલક અને શિક્ષક ભાઈઓ બહેનો અભિનંદન પાઠવું છું તેમ અંતમાં જણાવ્યું હતું

Follow Me:

Related Posts