fbpx
ભાવનગર

સમગ્ર રાષ્ટ્રમાં બાળશિક્ષણ નું પાયાનું કામ ભાવનગરથી થયું છે

શિશુવિહાર સંસ્થા સંચાલિત શ્રી મોંઘીબહેન બધેકા બાલમંદિરનાં ઉપક્રમે વર્ષ ૧૯૮૧ થી શરૂ થયેલ અનુભવ તાલિમનાં ૩૯૦ બહેનોનુ સ્નેહમિલન તથા બાળ શિક્ષક તરીકે સેવાર્થી શ્રેષ્ઠ ૧૪ શિક્ષકોનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું.  આઝાદીની રજત જયંતીની પૂર્વ સંસ્થાએ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ સ્નેહમિલનમાં ગુજરાત રાજ્યનાં શિક્ષક તાલિમ ભવનનાં નિયામક ડૉ..ટી.એસ.જોષી તેમજ નૂતન બાળ કેળવણી સંઘનાં અધ્યક્ષ ડૉ.રચનાબહેન દવે એ વિશેષ ઉપસ્થિતિ દાખવી બાળ શિક્ષણની અનિવાર્યતા અંગે બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. ૭૭માં અનુભવ તાલિમ વર્ગનાં પ્રારંભ સાથે શિશુવિહાર સંસ્થાનાં સંકલ્પને દાહોરાવતા સંસ્થાનાં મંત્રી શ્રી ડૉ.નાનકભાઈ ભટ્ટ એ શહેરની તમામ ૩૧૬ આંગણવાડીનાં બાળકો માટે અનુભવ તાલિમની સેવા વિસ્તારવા તથા બાળકોનાં ઘડતરમાં અતી મહત્વનું યોગદાન આપતા મોન્ટેસરીનાં પ્રવુતિ સાધનોને સરળ રીતે ઉપલબ્ધ કરાશે તેવી પ્રતિબધ્ધતા દાખવી આ પ્રસંગે શિશુવિહાર બાલમંદિરમાં શિક્ષક તરીકે દીર્ઘકાલીન સેવા આપનાર શ્રી ચંદ્રિકાબેન દવે તથા જાગ્રત વાલી તરીકે બાળઉછેરમાં અગ્રેસર માબાપો નું સન્માન થયું. મંચસ્થ મહાનુભાવો દ્વારા અનુભવ  શિક્ષણ સાથે જોડાયેલ બહેનોની પરિચય પુસ્તિકાનું વિમોચન  કરવામાં આવ્યું હતું.આ ઉપક્રમે નગરપાલિકાનાં અધિકારી શ્રી સાવિત્રીબહેન નાથજીએ શિશુવિહારની સેવા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંકલન શ્રી નિર્મોહીબહેન ભટ્ટ તથા બાલમંદિરનાં આચાર્ય શ્રી અંકિતાબહેન ભટ્ટ એ યોજ્યું હતું.

Follow Me:

Related Posts