fbpx
અમરેલી

સમગ્ર વિહીવટી તંત્ર નો હકારાત્મક અભિગમ દામનગર સમસ્ત ખેડૂત સમાજ અને ખોડિયારનગર ને કાયમી રસ્તા ની માંગ કરતું ચીફ ઓફિસર ને આવેદનપત્ર

દામનગર શહેર માં અતિ પછાત વસાહત ખોડિયારનગર અને સમસ્ત ખેડૂત સમાજ દ્વારા ચીફ ઓફિસર ને કાયમી રસ્તા ની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું બજરંગનગર અને ખોડિયારનગર ને જોડ્યા રસ્તા માં બાધા રૂપ બનતા દબાણદાર ના ત્રણ માંડવા નહિ હટાવતા પાલિકા તંત્ર માંથી ૧૪ માં નાણાપંચ ની ૩૨ લાખ ગ્રાન્ટ પાછી ગઈ ખેડૂતો અને ખોડિયારનગર ને કાયમી રસ્તો મળે તે માટે દામનગર નગર પાલિકા તંત્ર એ જનરલ બોર્ડ માં તા.૨૫/૨૦/૨૧ ઠરાવ ૨૯૦ તા.૨૮/૧૨/૨૩ ઠરાવ નં ૪૮૦ તા ૦૧/૦૭/૨૨ ઠરાવ નં ૩૩૨ એમ ત્રણ ઠરાવો અને રૂપિયા ૩૨ લાખ મી ગ્રાન્ટ પાછી જવા દઈ ને સરકારી પડતર જમીન માં દબાણદારો ને ખુલ્લી મદદ કર્યા નું રેકર્ડ ઉપર છે ખેડૂતો અને ખોડિયારનગર ને કાયમી રસ્તો ન મળે તેવી મેલી મુરાદ સાથે દબાણદાર એ પાલિકા માં લેખિત રજુઆત કરી ઠરાવો રદ કરવા સુધી પાલિકા ના બે સભ્યો મદદ કરી રહ્યા છે તે કેટલું વ્યાજબી ? 

નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૬૯ થી કરોડો નું કોમ્પ્લેક્ષ આવતું હોય એ રાજ્ય સરકાર ના ખર્ચે ખરીદી તેને પાડી ને પણ રસ્તો આપવા જોગવાઈ હોય દરેક નાગરિક ને જાહેર રસ્તા નો ઉપીયોગ કરવા કુદરતી અને બંધારણીય હક્ક અધિકાર હોય તેમ છતાં દબાણદારો ની તરફેણ કરતા ઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈ એ સરકારી પડતર જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરનાર વિરુદ્ધ જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતા લેન્ડ ગ્રીબેન એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા ના બદલે તેનું સમર્થન કરતા પાલિકા ના સત્તાધીશો થી નારાજ થઈ સમસ્ત ખેડૂત સમાજ અને ખોડિયારનગર ના રહીશો એ જાહેર રસ્તા ની સુવિધા ત્વરિત આપો ની માંગ કરી સમગ્ર વહીવટી તંત્ર રેવન્યુ રેલવે R&B ગુજરાત સરકાર જિલ્લા કલેકટર પ્રાંત અધિકારી લાઠી સહિત હકારાત્મક અભિગમ સાથે રસ્તો આપવા ની તરફેણ માં હોય નાણાંકીય જોગવાઈ માટે પ્રાદેશિક કમિશનર કચેરી નગરપાલિકા ઓની માં દરખાસ્ત થઈ મંજુર થઈ આવે ત્યાં સુધી વિકલ્પ કાચો રસ્તો તુરંત ખુલ્લો કરો ની ભારે સૂત્રચાર સાથે માંગ બુંલંદ બની છે

ત્યારે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસત્ર ખાત્રી આપી રસ્તા એક સપ્તાહ માં નોટિસ પ્રોસેસ કરી ખુલ્લો કરવા ખાત્રી આપી હતી બજરંગનગર થી ખોડિયારનગર ને જોડ્યા જાહેર રસ્તા મુદ્દે ત્રણચાર દબાણદારો ને પાલિકા તંત્ર એ અગાઉ પણ નોટિસ આપ્યા નું રેકર્ડ ઉપર હોય સરકારી પડતર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ હટાવી હજારો શહેરીજનો ને પ્રાથમિક સુવિધા આપવી તે નગરપાલિકા ની ફરજ છે અને રસ્તા આકારના ના અધિકાર નો ઉપીયોગ કરી ભારે પીડા ભોગવતા જોખમી રેલવે ટ્રેક ઓળગી ને અવરજવર કરતા ખેડૂતો અને ખોડિયારનગર ને ત્વરિત કાયમી રસ્તો આપો ની વ્યાજબી માંગ સાથે સરદાર ચોક થી વિશાળ રેલી પાલિકા ખાતે પહોંચી ચિફ ઓફિસર અને પાલિકા પ્રમુખ ને આવેદન પત્ર પાઠવ્યું હતું

Follow Me:

Related Posts