fbpx
ભાવનગર

સમય બદલાઈ ત્યારે સઘળું બદલાય છે વિમાનોની સંખ્યા વધે પરંતુ અશ્ર્વોની સંખ્યામાં ઘટાડો થાય

સમય બદલાઈ ત્યારે સઘળું બદલાઈ જાય છે. વર્ષો પૂર્વે ભારત વર્ષમાં રાજાશાહી, અંગેજી શાસન, મોગલ સલ્તનતની બોલબાલા હતી. સમય જતાં લોકશાહી આવી લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા અને લોકોથી ચાલતી એક અદ્ભુત સિસ્ટમ અમલમાં આવી જેને આપણે લોકશાહી કહીએ છીએ. એ લોકશાહીને પણ આજે પંચોતેર વર્ષ કરતાં વધુ સમય ગાળો થઈ ગયો. આ સંદર્ભે આપણે સહુ સાથે મળીને અમૃત મહોત્સવ પણ મનાવતાં જોવા મળ્યાં.. આજે ખાસ તો વાત કરવી છે એ રાજાશાહી સમયે પ્રવર્તતી અશ્ર્વોની સંખ્યા હાલ નહિવત જોવા મળે છે. અશ્ર્વ એ યુધ્ધ અને સંદેશા વ્યવહાર માટે ખૂબ સમજદાર અને વિશ્વસનીય પ્રાણી ગણાતું. ચેતક અને અનેક અશ્ર્વોની યુધ્ધ મેદાનમાં એની બહાદુરી, સમજદારી, અને સ્વામિભક્તિની વાતો આજે પણ ઇતિહાસમાં અમર ગાથા સમાન છે. તેજીને ટકોરો એ કહેવત પણ લોકજીભે અવારનવાર ચડતી હોય છે.. એ બાબત પણ અશ્ર્વોની સેન્સિટીવિટી તરફ અંગુલિનિર્દેશ કરે છે. આમ અશ્ર્વ એ એક અત્યંત શક્તિશાળી અને સમજદાર પ્રાણી છે. હાલના બુલેટ ટ્રેનના સમય અને સંજોગોમાં અશ્ર્વોની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે એ ખરેખર ચિંતાનો વિષય જ ગણાય. ક્યાંક એકલદોકલ અશ્વો જોવા મળે ત્યારે એ અશ્ર્વોની સમજદારીને પ્રણામ કરવાનું મન થાય એ સ્વાભાવિક છે. 

Follow Me:

Related Posts