અમરેલી

સમર્પણ ગૌ સેવા સમિતિ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત હોદ્ેદારોનું સન્માન કરાયું

સમર્પણ ગૌસેવા સમિતિ આઈ સી યુ સેન્ટર વોર્ડ નંબર-૩,  જેસર રોડ રેલવે ફાટક પાસે, સાવરકુંડલા ખાતે સાવરકુંડલા નગરપાલિકાના નવા ચૂંટાયેલા હોદેદારો પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિક ભાઈ નાકરાણી, ચેરમેન અશોકભાઈ ચૌહાણ, દંડક અજયભાઈ ખુમાણ પક્ષના નેતા જનકબેન આલ ઉપરોક્ત તમામ મહાનુભાવો નું અદકેરું સન્માન સમર્પણ ગૌ-સેવા સમિતિ ખાતે રાખવામાં આવેલ. આ તબક્કે નગરપાલિકા ના તમામ સદસ્યો હાજર રહેલા. સમર્પણ ગૌ સેવા સમિતિ દ્વારા ચૂંટાયેલા તમામ સભ્યોનું ફૂલહાર તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ અને ગૌ માતાના આશીર્વાદથી સાવરકુંડલા શહેર નો ખૂબ જ સારો વિકાસ કરે એવી ભાવના વ્યક્ત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સમર્પણ ગૌ-સેવા સમિતિના પ્રમુખ અમિતભાઈ (ખીરા દાદા), કમલેશભાઈ રાનેરા, પ્રદીપભાઈ ખુમાણ, કેશુભાઈ ચુડાસમા પિયુષભાઈ મશરૂ, ડોક્ટર મેહુલભાઈ લાંબરીયા દ્વારા  જહેમત ઉઠાવવામાં આવેલ.

Related Posts