ચોગઠ ગામના કુ. રિધ્ધીબેન જોશીની જર્મની દેશની એસ્ટબાયરિશ ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનેશનલ બિઝનેસના અભ્યાસક્રમ માટે પસંદગી થઈ છે.જર્મન યુનિવર્સિટી દ્વારા તેમની પસંદગી થતા તેમનો પરિવાર,કોલેજ તેમજ શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી છે.મૂળ ઉમરાળા પાસેના ચોગઠ ગામના અને હાલ સુરત સ્થિત રિધ્ધીબેન (જીલ)ના પિતા જીગ્નેશભાઈ જગદીશચંદ્ર જોશી સુરત ખાતે ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા છે. રિદ્ધિબેન સુરત ખાતે જે.ઝેડ.શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજમાં બી. કોમ.નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ અર્થે આગામી તા. 9 ના રોજ જર્મની જશે. આ જર્મન દેશની વિદેશ યાત્રા માટે ભાવનગર, ચોગઠ તેમજ સુરતથી સમસ્ત બ્રહ્મ સમાજે આનંદ વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી છે.
સમસ્ત બ્રહ્મ સમાજ નું ગૌરવ ચોગઠના રિદ્ધિબેન જોશીની જર્મની યુનિવર્સીટી દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે પસંદગી

Recent Comments