બાબરા તાલુકા ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી મંદિરે ૨૨ માં પ્રતિષ્ઠા મહોત્સવ પંચકુંડી મહાયજ્ઞ યોજાયો સમગ્ર સૌરાષ્ટ્ર ના ૧૮ થી વધુ ગ્રામ્ય બાબરા ઉટવડ નવાણિયા ખાખરીયા અટકોટ ગળકોટડી જલાલપુર લીમડા ખાંભડા તાજપર લાઠી દામનગર ભંમરીયા વાળુંકડ સહિત ભાવનગર સુરત અમદાવાદ ના શહેરી વિસ્તારો માંથી સમસ્ત ભાતિયા પરિવાર ના કુટુંબીજનો એકસત્ર થયા સમસ્ત ભાતિયા પરિવાર ના આબાલ વૃદ્ધ વડીલો યુવાનો મહિલા ઓ બાળકો એ કુળદેવી શ્રી બુટભવાની મંદિર ના ૨૨ માં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે યોજાયેલ પંચકુંડી મહાયજ્ઞ ના દર્શન પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી સમસ્ત ભાતિયા પરિવાર ની એકયતા ભાતૃપ્રેમ ના દર્શનીય નજારા સાથે બાબરા તાલુકા ના ઉટવડ ખાતે શ્રી કુળદેવી બુટભવાની મંદિર પરિસર માં ૨૨ મો પ્રતિષ્ઠા મહોત્સવ પંચકુંડી મહાયજ્ઞ ની ભવ્ય રીતે ઉજવણી સંપન્ન થઈ હતી.
સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી બુટભવાની મંદિરે ૨૨ માં પ્રતિષ્ઠા મહોત્સવ પંચકુંડી મહાયજ્ઞ ભવ્ય રીતે સંપન્ન

Recent Comments