સમસ્ત ભુરખીયા ગામ પરિવાર નું સુરત ખાતે પ્રથમ સ્નેહમિલન યોજાયું સામાજિક સંવાદિતા પ્રગટી અઢારેય આલમ ની ઉપસ્થિતિ જોવા મળી
શ્રી ભુરખીયા હનુમાનજી દાદા ની આશ્રિમ કૃપાથી અને વડીલોના આશીર્વાદથી તેમજ યુવાનો અને દાતાશ્રીઓના સહયોગથી સમસ્ત ભુરખીયા ગામ પરિવાર સુરત નુ પ્રથમ સ્નેહમિલન નું ખૂબ સુંદર આયોજન થયુ હતુ જેમાં રાષ્ટ્રગાન હનુમાન ચાલીસા પાઠ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી તેમજ બાળ મોટીવેશનલ સ્પીકર વકતા ચાર્મી ગુણા ઉપસ્થિત રહ્યા હતા અને ભુરખીયા ગામ નો મહિમા તેમજ ભુરખીયા હનુમાનજી દાદા નો પ્રાગટ્યનો મહિમા જણાવ્યો હતો અને વિવિધ કાર્યક્રમ યોજાયો હતો તેમજ વડીલો મુખ્ય દાતાશ્રીઓ તેમજ ડોક્ટરો અને પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સામાજિક કાર્યકર્તા સુરજભાઈ મિયાણીએ જણાવ્યું હતું કે કોઈપણ જ્ઞાતિ જાતિનો ભેદ રાખ્યા વગર સમસ્ત ગામ જનોએ સાથે ભોજન લીધું હતુંતા,૪/૬/૨૦૨૩ ને રવિવારે સાંજે ૫-૦૦ કલાકે સહજાનંદ ફાર્મ યોગીચોક વરાછા સુરત ખુબ સરસ આયોજન હતુ
Recent Comments