વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન દ્વારા “સુમંગલમ વ્યાખ્યાન શ્રૃંખલા” વિષય પર વેબીનાર શ્રૃંખલાનો શુભારંભ કરાયો છે જે અંતર્ગત તા.૧૪/૦૭/૨૦૨૩ ને શુક્રવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે રાષ્ટ્રીય વેબીનાર યોજાશે. જેમાં ”સુમંગલમ પરંપરાઓથી છલકાતી પ્રકૃતિ” નાં વિષય પર માર્ગદર્શન આપવાનો પ્રયાસ આ વેબીનારમાં કરવામાં આવશે. જેમાં મુખ્ય વકતા તથા કાર્યક્રમનાં સંચાલક ડો. મીનાકુમારી જાંગીડ તથા ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ માર્ગદર્શન આપશે. આ વેબીનાર સમસ્ત મહાજનનાં ફેસબુક પેઈઝ http://www.facebook.com/samastmahajan9, ઈન્સ્ટાગ્રામ પેઈઝ http://www.instagram/samastmahajan9, યુ ટ્યુબ પેઈઝ https://www.youtube.com/@samastmahajan5162 અને ટવીટર પેઈઝ https://twitter.com/SamastMahajan ૫૨ લાઈવ નિહાળી શકાશે.
આ વેબીનાર અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
સમસ્ત મહાજન દ્વારા “સુમંગલમ વ્યાખ્યાન શ્રૃંખલા” ના વિષય પર વેબીનાર શૃંખલાનો શુભારંભ

Recent Comments