સમાજ કલ્યાણ વિભાગના અધિકારીની કાયમી નિમણૂક કરો : યુવક કોંગ્રેસ

જાતી નો દાખલો કઢાવવા ધરમ ધકા થતા હોવાની વ્યાપક ફરિયાદ આવતા યુવક કોંગ્રેસના આગેવાનો રોષે ભરાયા.
અમરેલી જિલ્લા કક્ષાનું મથક હોવા છતાં સરકારી કચેરી અધિકારી વગરની ચાલી રહી છે જેમાં સામાન્ય લોકોના કામ ટલ્લે ચડેલા જોવા મળી રહ્યા છે અત્યારે અલગ અલગ શાળા કોલેજો માં પ્રવેશ પ્રક્રિયા શરૂ હોય જેમાં વિદ્યાર્થીને જાતિનો પ્રમાણપત્ર ની જરૂરિયાત હોય પરંતુ અમરેલી સમાજ કલ્યાણ અધિકારીની કચેરી માં છેલ્લા દોઢ વર્ષથી કોઈ કાયમી અધિકારી નથી અને અધિકારીને સહી વગર આ કામગીરી પૂર્ણ થઈ શકતી નથી આ પરિસ્થિતિ ના કારણે કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા અટકતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે બોટાદ અને ગીર સોમનાથ એમ બે જિલ્લાના વિકાસ અધિકારી ને સમાજ કલ્યાણ વિભાગ નો ચાર્જ સોપેલ હોય એ વધુ સમય અહીં આપી શકે તેમ ના હોય તે અનુસાર અમરેલી જિલ્લા કલેકટર દ્વારા આ કચેરી માં કાયમી અધિકારી ની નિમણૂક કરવામાં આવે તેવી માગ અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ દેવરાજ બાબરીયા અને અમરેલી યુવક કોંગ્રેસના પ્રમુખ તેજસ મસરાણી દ્વારા કરવામાં આવી છે
Recent Comments