ગુજરાત

સમાધાનના ૨.૫૪ કરોડ રૂપિયાની રિકવરી માટે કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચાઇ

ફિઝુની હત્યાના પ્રયાસ કેસમાં પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ સહિત તમામ સામે પુત્રવધુ ફિઝુએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફિઝુની માસીએ ક્રાઇમ બ્રાન્ચએ રિકવર કરેલા ૨.૫૪ કરોડ પરત મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી તેને પરત ખેંચી લીધી છે અને હવે આગામી દિવસોમાં સેશન કોર્ટમાં નવેસરથી અરજી કરી શકે છે. બીજી તરફ આ કેસ રમણ પટેલ અને દશરથ પટેલ સામે ચાર્જશીટ થયા બાદ હવે આ કેસમાં તમામ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરી કેસ ચલાવવાની કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી છે.

આ તરફ સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કે, આ કેસ રજિસ્ટર્ડ થયા બાદ ચાર્જશીટ થઇ હતી અને કેસ કમિટ થઇ ગયો છે તેથી આ અરજી હવે આ કોર્ટમાં ટકી શકે નહીં. ત્યારબાદ નિમાબહેનના વકીલે સેશન્સ કોર્ટમાં નવેસરથી અરજી કરીશું તેમ કહીને મુદ્દામાલ અરજી પરત ખેંચી હતી. જેથી હવે સેશન્સ કોર્ટમાં મુદ્દામાલ માટે અરજી કરવામાં આવે તેવી શક્યતા છે.

Related Posts