સમી નગરમાં આવેલા ધારવણા સમી વિસ્તારનાં એક ખેતરમાં એક પિતા-પુત્ર દેશી બનાવટની રૂા. ૨૫૦૦ની કિંમતની બંદુક તથા રૂા. ૧૫૦૦૦નું બાઇક અને રૂા. ૨૦૦૦નાં મોબાઇલ સાથે સમી પોલીસે બાતમી આધારે ઝડપી લીધા હતાં. ઉપરોકત ખેતરમાં રહેતા ગુલમહમદ હોતભાઇ સિંધી અને તેમનો પુત્ર ઇકબાલ બંને રે. મૂળ અમરાપુર પાર્ટી, તા. સમી વાળાઓ પોતાની પાસે ગેરકાયદેસરની દેશી હાથ બનાવટની બંદૂક રાખી ફરે છે. તે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી ને તેઓ બાઇક પર આવતાં પોલીસે શંકા આધારે ઉભા રાખીને તેઓને પૂછપરછ કરતાં આ બંદુકનાં સાધનીક કાગળો કે લાયસન્સ ન હોવાનું જણાવતાં પોલીસે બંદુક કબજે લીધી હતી અને તેમની સામે આર્મ એક્ટનો ગુનો નોંધ્યો હતો.
સમીના ધારવણા વિસ્તારમાં ખેતરમાંથી દેશી બંદુક સાથે બે શખ્સો ઝડપાયા

Recent Comments