પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામ નજીક બનાસ નદીના પુલ પર એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં મહિલાને ટ્રેલર ની ટક્કર વાગતા એક બહેનનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે એક્ટિવા ચાલક મહિલા પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે મહેસાણા રીફર કરાઈ છે.
પાટણ જિલ્લામાં અવારનવાર અકસ્માત ના બનવા બનતા હોય છે. ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામ નજીક રાધનપુર હાઇવે માર્ગ પર આવેલા બનાસ નદી ના પુલ ઉપર આજે શનિવારે સવારે નવ વાગે પુલ પર એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં સમીના ગોચનાદ ગામમાં રહેતા અને રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી ઇજાગ્રસ્ત થઈ હતી.
જેને વધુ સારવાર માટે મહેસાણા રીફર કરવામાં આવી હતી. તો એક્ટિવાની પાછળ બેઠેલ મોટી બહેન કાર સાથે ટકરાયા બાદ તે બાજુમાંથી પસાર થતા ટ્રેલર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. અને ઇજાગ્રસ્ત મહિલા પોલીસ કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટના સ્થળે લોકો એકત્રિત થઈ ગયા હતા.
સમી-રાધનપુર હાઇ-વે પર એક્ટિવા-કાર વચ્ચે અકસ્માતઃ એકનું મોત


















Recent Comments