દેશમાં વધતા કોરોના દર્દીઓએ ફરીથી પ્રશાસનની ચિંતા વધારી દીધી છે. હવે કોરોનાની ચપેટમાં નવજાત બાળકો પણ આવી રહ્યા છે. લેટેસ્ટ કેસમાં ગુજરાતના વડોદરાની એક હોસ્પિટલમાં બે નવજાત જાેડિયા બાળકો કોરોના સંક્રમિત મળતા હોબાળો મચી ગયો છે. તમને જણાવી દઈએ કે આ બંને બાળકો માત્ર ૧૫ દિવસ પહેલા જ જન્મ્યા છે. બંને ગંભીર રીતે ડાયેરિયા અને ડિહાઈડ્રેશનના શિકાર છે. બંને બાળકોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
જાે કે બંને બાળકો વિશે હોસ્પિટલના ડૉક્ટર્સે કહ્યુ કે બંને બાળકો ડાયેરિયા અને ડિહાઈડ્રેશનના શિકાર છે અને બંનેનો કોવિડ-૧૯ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. જાે કે તેમનો ઈલાજ ચાલી રહ્યો છે અને હવે તે બંને પહેલાથી વધુ સારા છે અને સંપૂર્ણપણે અમારા નિરીક્ષણ હેઠળ છે. જાે કે બંનેના શરીરમાં વાયરસ ક્યાંથી આવ્યો એ વિશે હજુ સુધી જાણવા મળ્યુ નથી. આ ઉપરાંત ડૉક્ટરે બાળકોના મા-બાપ અને પરિવાર વિશે કંઈ કહ્યુ નથી. નવજાત બાળકોના કોરોનાના સમાચારે પ્રશાસન પર દબાણ વધારી દીધુ છે. હાલમાં પ્રશાસને લોકોને બધા પ્રકારની સાવચેતીઓ રાખવાની અપીલ કરી છે.



















Recent Comments