સરંભડાથી ગોપાલગ્રામ – આંબરડી રોડનું ખાતમુહૂર્ત કરાતાં સાંસદ- ધારાસભ્યો ને અભિનંદન પાઠવતા વિપુલ ભટ્ટી
અમરેલી જીલ્લામાં સૌથી વધુ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ધારી તાલુકો જ્યાં શેત્રુંજી કાંઠે ગળધરા ઘુનામાં આઈ ખોડિયારના બેસણા છે, બી.એ.પી.એસ. સંસ્થાના નિરાળા સંત પૂ. યોગીજી મહારાજની જન્મભૂમિ તેમજ ખારાપાટના ખેડૂતોને સિંચાઈ હેતુસર બનાવવામાં આવેલાં જીલ્લાનાં સૌથી જુના અને રમણીય ખોડીયાર જળાશય જે શહેરી જનતાની જીવાદોરી સમાન સાબિત થયેલ છે તેમજ રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલાં આ વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે હેતુસર અત્રે સિંહ દર્શન માટે આંબરડી સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારમાં આવવા-જવા માટે પુરતી સુવિધા હોય તે જરૂરી છે.
અમરેલી અને ધારી તાલુકાને જોડતો ગોપાલગ્રામથી સરંભડાનો પાંચ કિલોમીટરનો રસ્તો વર્ષોથી બિસ્માર હતો તેમજ ગોપાલગ્રામથી આંબરડીના રસ્તાનું બેએક કિલોમીટરનું કામ પણ ઘણાં સમયથી ખોરંભે ચઢેલુ હતું ત્યારે અહીંના રહીશો તેમજ પ્રવાસી રાહદારીઓ ખૂબ મુશ્કેલી અનુભવતા હતાં. આ પ્રશ્ને આગેવાનો દ્વારા અવારનવાર રજુઆતો પણ કરવામાં આવેલ.
આંબરડી સફારી પાર્કથી સરંભડા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરાતાં જન પ્રતિનિધિઓ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા અમરેલીના યુવા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના લોકપ્રિય સાંસદ નારણભાઈ કાછડિયા તેમજ ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયાને અમરેલી સ્થિત ગોપાલગ્રામના વતની વિપુલ ભટ્ટીએ જનતાના જરૂરી કામને પ્રાધાન્ય આપવા બદલ જાહેર અભિનંદન પાઠવ્યા છે.
Recent Comments