અમરેલી

સરકારનાં સ્વચ્છ ભારત મિશન અંતગર્ત જાહેરમાં કચરો ફેંકવો પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કે ઉપયોગ પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

સરકારશ્રીનાં સ્વચ્છ ભારત મિશન અંતગર્ત જાહેરમાં કચરો ફેંકવો પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કે ઉપયોગ પર સરકારશ્રી દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમ છતાં પણ અમરેલી શહેરનાં નગરજનો-વેપારીઓ દ્રારા સરકારશ્રીની ગાઈડ લાઈનો અનાદર કરવામાં આવતો હોવાનું ધ્યાને આવતા સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ નગરપાલીકા દ્વારા સ્થળ પર વહીવટી ચાર્જ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. અને આ કામગીરી માટે

અમરેલી નગરપાલીકાનાં ચીફ ઓફીસરશ્રીની યાદીમાં જણાવ્યા મુજબ જન આરોગ્યની સુખાકારી અર્થે સરકારશ્રી દ્વારા સ્વચ્છતા મિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે અંતગર્ત અમરેલી શહેરનાં નગરજનો-વેપારીઓ દ્વારા પોતાનાં રહેણાંક મકાન વેપારનાં સ્થળ ઉપર ડસ્ટબીન ફરજીયાત રાખી કચરો આ ડસ્ટબીનમાં એકઠો કરી નગરપાલીકાનાં ડોર ટુ ડોર કચરાનાં વાહનમાં જ નાંખવો તેમ છતાં પણ કોઈ પણ વ્યકિત જાહેરમાં કચરો નાખતા માલુમ પડશે તો સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ વહીવટી ચાર્જ વસુલવામાં આવશે. તેમ છતાં પણ આવુ કૃત્ય કરવામાં આવશે તો કાનુની રાહે પગલા ભરવામાં આવશે.

સાથો-સાથ પ્રતિબંધિત પ્લાસ્ટીકનાં વેચાણ તેમજ ઉપયોગ ઉપર પણ સરકારે પ્રતિબંધ ફરમાવેલ છે. જે પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે નગરપાલીકા દ્રારા વહીવટી ચાર્જ વસુલવાની ફરજ પડશે. જેની તમામ વેપારીઓએ ગંભીર નોંધ લેવા વિનંતી ઘણા વેપારીઓ દ્રારા સરકારશ્રીની ગાઈડ લાઈનનું પાલન કરવામાં ન આવતા સબબ વેપારીઓ સામે વહીવટી ચાર્જની કાર્યવાહી હાથ ધરવા સામે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કચરો જાહેરમાં ન ફેંકવો અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનાં ઉપયોગ વેચાણ નું પાલન કરવું આવશ્યક છે જેથી કરીને વહીવટી ચાર્જનો ભોગ બનવુ ન પડે તેમજ જાહેરમાં કચરો ફેંકવો, ગંદકી કરવી, પાણીનો બગાડ કરવો કે પ્રતિબંધિત પ્લાસ્ટીકનાં વેચાણ તેમજ પ્રતિબંધનાં ભંગ બદલ પણ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે આગામી દિવસોમાં સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related Posts