સરકારના કોરોના નિયમોની ધજ્યા ઉડાડતી સુરતની શાળા
કોરોના મહામારીમાં હાલ તો પ્રાથમિક શિક્ષણ હજુ બંધ છે. પરંતુ તેમ છતાં આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના કતારગામની ગજેરા સ્કૂલની મનમાની સામે આવી છે. ગજેરા સ્કૂલે સરકારે હજુ સ્કૂલો ખોલવાની જાહેરાત કરી નથી, તેમ છતાં આજે સવારે ધોરણ.૬ થી ૮ના વર્ગો શરૂ કર્યા છે. જેના લીધે મોટો વિવાદ સર્જાયો છે. સુરતના કતારગામની ગજેરા સ્કૂલના સંચાલકો સરકારના નિયમનો ઘોળીને પી ગયા હોય તેવું સર્જાઈ રહ્યું છે. બીજી બાજુ ગજેરા સ્કૂલે કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સ વગર વિદ્યાર્થીઓને બેસાડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ ઘટનાને પગલે પોલીસ પહોંચી છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરીને તેમને શાળાએ બોલાવવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે ધોરણ ૯ થી ૧૨ નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયુ છે. પરંત હજુ સુધી ધોરણ ૬ થી ૮ ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે હજી સુધી કોઈ ર્નિણય લેવાયો નથી.
ગુજરાતમાં ધોરણ ૯થી ૧૨માં પ્રત્યક્ષ શિક્ષણ માટે શાળાઓ શરૂ થઈ ચૂકી છે. આગામી સપ્તાહે ધો.૬થી ૮માટે પણ શાળાઓ ખોલવા સરકાર ર્નિણય લેશે. સંભવત, ૧૫મી ઓગસ્ટ પછી રાજ્યમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં પણ પ્રત્યક્ષ શિક્ષણની શરૃઆત થઈ જશે. અમદાવાદમાં મંગળવારે એક કાર્યક્રમ બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડસામાએ આ સંદર્ભે ૯મી ઓગસ્ટે મુખ્યમંત્રીના અધ્યક્ષપદે મળતી કોરગ્રુપની બેઠકમાં ર્નિણય કરવાનું જણાવ્યું હતું.
કોરોનાનો સેકન્ડ વેવ ઓસર્યા બાદ પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં ઓનલાઈન શિક્ષણની સાથે સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કર્યુ છે. ઉત્તરપ્રદેશ જેવા મોટા રાજ્યમાં પણ ઓગસ્ટના મધ્યથી ઈન્ટરમિડીએટ સ્કૂલ અને કોલેજાે શરૂ થશે. હાલમાં કોવિડ-૧૯ના દૈનિક કેસો ૨૫થી ૩૦ની વચ્ચે આવી રહ્યા છે. ૧૮ વર્ષથી ઉપરના વયજુથમાં ૫૦ ટકાથી વધુ નાગરીકોનું વેક્સિનશેન થયુ છે. આ સ્થિતિને ધ્યાને રાખીને સરકાર તબક્કાવાર શૈક્ષણિક પ્રવૃતિઓ પુર્વવત કરી રહી છે.
ર્નિણય કરી સત્તાવાર સ્વરૂપ આપવાનું નાટક થાય તે પહેલા ગુજરાતમાં અનેક સ્કૂલોમાં ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ થઈ ચૂક્યા છે. સરકારની રહેમનજર ઉચ્ચ પ્રાથમિક માટે સ્કૂલો શરૂ કર્યા બાદ હવે સંચાલકો ધોરણ- ૧થી પંચના વર્ગો પણ શરૂ કરવા તલપાપડ છે. ઘણી ખરી સ્કૂલોએ તો પ્રાથમિક શિક્ષણના વર્ગો ખોલી પ્રત્યક્ષ શિક્ષણ પણ શરૂ કર્યાનું કહેવાય છે.
Recent Comments