સરકારના નવા કૃષિ (કાળા) કાયદાઓ જબર જસ્તી ઠોકી બેસાડી APMC કબ્જે કરવાની ભાજપનાં ષડયંત્રની પોલ ખુલી : સંજયસિંહ ગોહીલ
સરકારના નવા કૃષિ (કાળા) કાયદાઓ જબર જસ્તી ઠોકી બેસાડી APMC કબ્જે કરવાની ભાજપનાં ષડયંત્રની પોલ ખુલી રહી છે. કૃષિ(કાળા) કાયદાઓની જાહેરાત થયા બાદ ગુજરાતમાં,
- 224 સરકારી APMC પૈકી 15 APMC ને ખંભાતીયા તાળા વાગી ગયા છે.
- આવક ઘટી જતા 114 APMC ગમે ત્યારે બંધ થઈ જાય તેવી સ્થિતીમાં છે.
- 31 નવા ખાનગી APMC ને મંજુરી મળી ચુકી છે અને તેનું કન્ટ્રકશન કામ ચાલુ છે
ભાજપ સરકાર બદ ઈરાદા સાથે સરકારી APMC ની આવક સદંતર બંધ થાય તેવા પ્રયત્નો કરી રહી છે. જેથી ગુજરાતના સરકારી APMC ને કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફાં પડી રહ્યા છે. એટલે કે વેલા કે મોડા તમામ સરકારી APMC બંધ થઈ જશે. તેની સામે જે ખાનીગી APMC બની રહ્યા છે તે તમામ ભાજપના નેતાઓની માલીકીના અને તેઓના મળત્યાઓ ની માલિકીના છે. શરુઆતમાં આ ખાનગી APMC સેસ નહીં રાખીને વેપારીઓ અને ખેડુતોને પ્રોત્સાહન અપાશે. એટલે BSNL ની જેમ સહકારી APMC વ્યવસ્થા પડી ભાંગે એટલે આ ખાનગી યાર્ડના માલિકો વેપારી અને ખેડૂતો બંન્ને નું શોષણ કરશે અને બીજા તબક્કે મોટી કંપનીઓ પ્રવેશ કરીને મોનોપોલી ઉભી કરશે.
ખેડૂત અને વેપારી ભાઈઓ જાગો, નહીં તો જે રીતે સરકારી શાળાઓને તાળા મારી શિક્ષણનું ખાનગીકરણ કરી વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે. એ જ રીતે સહકારી APMC ને તાળા મારી APMCનું ખાનગીકરણ કરીને ખેડૂતોને લૂંટવામાં આવશે અને વેપારીઓને બદલે મોટી કંપનીઓ કૃષિ વેપારનો કબજો લેશે…સંજયસિંહ ગોહીલ પૂર્વ પ્રમુખ ઘોઘા તાલુકા પંચાયત
Recent Comments