fbpx
ગુજરાત

સરકારના ૧ લાખ કરોડના કૌભાંડ ઉજાગર થશે: સી.જે. ચાવડા

સામાન્ય નાગરિકને સરકારમાંથી કાયદાકીય કામ કરાવવા માટે નેવા પાણી મોભે ચડે તેટલી મહેનત કરવી પડે છે. આથી કોંગ્રેસ પ્રજાની વ્યથાને વાચા આપવા માટે કોન્ટ્રેકટ પદ્ધતિથી કર્મચારીઓને નોકરી પર રાખવાના કૌભાંડો પણ સમયાંતરે જાહેર કરશે. ઉપરાંત શહેરી વિકાસ વિભાગના કૌભાંડો જાહેર કરશે. કોંગ્રેસ પેપરલીંક કૌભાંડ જાહેર કરશે અને જીએસટી જેવા ટેક્ષ ટેરરીઝમના કૌભાંડો પણ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

રાજય સરકારનું રૂ. ૫૦૦ કરોડનું રાજકોટનું જમીન કૌભાંડ જાહેર કર્યા પછી કોંગ્રેસે સરકારના રૂ. ૧ હજાર કરોડ, ૧૦ હજાર કરોડ અને ૫૦ હજાર કરોડ અને ૧ લાખ કરોડના કૌભાંડો આગામી દિવસોમાં જાહેર કરશે તેમ કોંગ્રેસના દંડક સી.જે.ચાવડાએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકાર કૌભાંડો પર બેઠી છે, કોંગ્રેસ તેને પ્રજા સમક્ષ ઉજાગર કરશે. કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક સી.જે.ચાવડાએ કહ્યું હતું કે, રાજયના શાસનમાં બેફામ વહીવટ થઇ રહ્યા છે.

Follow Me:

Related Posts