સરકારશ્રીની જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચ્યો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામ- ગામથી જન- જન જોડાઇ રહ્યા છે. આ યાત્રા અન્વયે ભાવનગર જિલ્લામાં સરકારની વિવિધ જનસુખાકારી યોજનાઓને તમામ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
આજે ઘોઘા તાલુકાનાં પીપરલા ગામ ખાતે સંકલ્પ યાત્રાના રથનું વિવિધ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વિકસિત ભારતનાં સંકલ્પ લીધા હતા. સરકારની યોજનાના સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
Recent Comments